પાટણના હેડ કોન્સ્ટેબલે કેન્ટિનના રૂ. ૮.૩૮ લાખની ઉચાપત કરી

પાટણના હેડ કોન્સ્ટેબલે રૂ. ૮.૩૮ લાખની ઠગાઈ કરી છે. કોન્સ્ટેબલ પોલીસ કેન્ટિનના રૂ. ૮.૩૮ લાખ ચાંઉ કરી ગયો છે. તેણે ૨૦૨૨-૨૩માં ખરીદેલા ફટાકડાના રૂ. ૮.૩૮ લાખની ઉચાપત કરી હતી. ફટાકડાના વેચાણમાંથી મળેલા નફામાંથી ઉચાપત કરવામાં આવી છે.

તેણે આ નફાના નાણા પોલીસ વેલફેર ફંડમાં જમા ન કરાવી ઉચાપત કરી હતી. હેડ કોન્સ્ટેબલની પત્ની આ હકીક્ત જાણતી હોવા છતાં પણ તેણે વાત છૂપાવી હતી. પ્રતાપભી અને ગીતાબેન સામે ફરિયાદ નોંધાઈ હતી.