પાટણના હારીજમાં કમનસીબ ઘટના બની છે. હારીજમાં વીજ કરંટથી બેના મોત થયા છે. હારીજના નાણા ગામમાં આ ઘટના બની છે. આ ઘટનામાં પરિવાર લોખંડના પતરા નીચે સૂતો હતો. કુટુંબના ત્રણ સૂતેલા સભ્યોને વીજ કરંટ લાગ્યો છે. વીજ કરંટના લીધે સાસુવહુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
વીજમીટરમાંથી પસાર થયેલા વાયરમાં કરંટ આવતા શોક લાગ્યો હતો. આમ ચોમાસામાં ખુલ્લા પડેલા વાયર મોતનો સામાન બનીને આવ્યા છે. આ તો એક જ ગામની ઘટના છે. કેટલાય ગામમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. અગાઉ આ જ રીતે એક ગામમાં ટેમ્પો લઈ જનારા ટેમ્પો ચાલક અને ક્લીનરના આ પ્રકારની ઘટનામાં મોત થયા હતા. તેમા પણ ખુલ્લો વાયર નીચે સુધી આવી ગયો હતો અને ટેમ્પોને અડી ગયો હતો.