પાટણ, પાટણ જિલ્લામાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સાંતલપુર નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં ૪ લોકોના મોત થયા છે. આ સાથે ત્રણ લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ માર્ગ પર જંગલી પશુ આવી જતા ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ એક સ્વિટ કાર માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં જંગલી પશુ આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેને લઈ ગાડી પાણીના ખાડામાં પડતાં ડૂબી જવાથી ૪ લોકોના મોત થયા છે. આ તરફ ૭ લોકોમાંથી ૪ના મોત તો અન્ય ૩ લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેવામાં આવ્યા હતા.