પાટણમાં આવેલ શોપિંગ સેન્ટર અને દવાખાનાની દીવાલો હિન્દૂ દેવી-દેવતાની ટાઇલ્સ લગાવી અપમાન કરાયું

પાટણ, ગુજરાતના પ્રસિદ્ધ હનુમાનજી મંદિર સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો મામલે હિન્દુ અનુયાયીઓમાં રોષ વ્યાપ્યો છે, એવામાં વધુ એક આવો બનાવ સામે આવ્યો છે, જેમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે.

પાટણમાં આવેલ શોપિંગ સેન્ટર અને દવાખાનાની દીવાલો તથા ફર્શ પર ડિઝાઇનર ટાઇલ્સની સાથે ભગવાનની છબીઓ વાળી ટાઈલ્સ લગાવવામાં આવી છે અને અપમાન કરવામાં આવ્યું છે. આવી ટાઇલ્સ હટાવી લેવામાં આવે તે અલ્ટિમેટમ સાથે આજે બજરંગ દલ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી ત્યારે શહેરની એક હોસ્પિટલમાં આજે યુવાઓએ હલ્લાબોલ કરી વિરોધ કર્યો હતો.

પાટણ શહેરની હીર બાળકોની હોસ્પિટલમાં એક ફર્શ પર લોકો થુંકે નહીં અને ગંદકી ન કરે તે માટે હિન્દુ દેવી-દેવતાઓની ટાઈલ્સો લગાવી છે. આ ટાઈલ્સો એવી રીતે લગાવી છે કે કોઈ તે ફર્શ પર ચાલે તો હિન્દુ દેવી-દેવતાઓની છબી વળી ટાઈલ્સો પર ચાલનારના પગ પડે. બજરંગ દલ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આ ટાઇલ્સને હટાવી તેને પાણીમાં વહાવી હતી.