પાટણ: જિલ્લાના શંખેશ્વર તાલુકામાં મુકબધીર સાડા અગિયાર વર્ષની દીકરીને ગામમાં રહેતા ઠાકોર યુવક દવારા લલચાવી ફોસલાવી લઇ જઈ તેના પર દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી જવા પામી છૅ. આ મામલે શંખેશ્વર પોલીસ મથકે ભોગ બનનાર દીકરીના પિતાએ પોલીસ મથકે ઠાકોર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છૅ. તો પોલીસે આ મામલે FSLની મદદથી વધુ તપાસ હાથ ધરી છૅ.
શંખેશ્વર તાલુકામાં સગીર વયની દીકરી પર દુષ્કર્મની ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી છૅ. શંખેશ્વર તાલુકામાં રહેતી સાડા અગિયાર વર્ષની મુકબધીર દીકરીને ગત સાંજના સમયે તેની માતા તેને લઇ બજારમાં ખરીદી માટે નીકળ્યા હતા અને તેની માતા બજાર માં ખરીદી કરી રહી હતી, તે તકનો લાભ લઇ તેમની પડોશમાં રહેતા નરાધમ ઠાકોર ભરત નામના ઈસમે દીકરીને લલચાવી ફોસલાવી ઉપાડીને લઇ જઈ અવાવરું જગ્યા પર તેની પર દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો.
આ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ થતા તેમને આ બાબતે શંખેશ્વર પોલીસને જાણ કરી હતી અને આ અંગે શંખેશ્વર પોલીસ મથકે નરાધમ ઠાકોર ભરત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ભોગ બનનાર પિતા પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ થવા પામી હતી અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.
શંખેશ્વર તાલુકામાં મુકબધીર દીકરી પર નરાધમ દ્વારા દુષ્કર્મ આચારવાની ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી છૅ. આ ઘટના અંગે પરિવારે શંખેશ્વર પોલીસ મથકે ઠાકોર ભારત નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે તપાસનો દોર ધમધમતો કર્યો છૅ અને FSLની મદદ થી તપાસ શરૂ કરી તો બીજી તરફ આરોપીને ઝડપી પાડવા માટે ના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં આરોપી ભરત ઠાકોરને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છૅ.