પાટણ, પાટણમાં રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. પીપળી ગામ પાસે ત્રણ ટ્રેલરો અથડાતાં ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ જતાં એકનું મોત નિપજ્યું છે અને એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. રાધનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
પાટણ જીલ્લામાં રાધનપુર નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. માહિતી મુજબ પીપળી ગામ પાસે ત્રણ ટ્રેવરો અથડાતાં ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ ગયા હતા. આ ઘટના સર્જાતા આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોએ ભારે જહેમત બાદ ત્રણ ટ્રેલરોને ક્રેન વડે છૂટા પાડ્યા હતા.
આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને કરવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં તેને નજીકની હોસ્ટિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.