પાટણના રાધનપુરમાં ૭ વર્ષની બાળકીને સાપ કરડતાં મોત થયું છે. રાધનપુરના શેરબાગ વિસ્તારમાં ઘરમાં સૂતેલી બાળકીને સાપ કરડ્યો હતો. પરિવારને જાણ થતાં બાળકીની તપાસ કરી તો બેભાન અવસ્થામાં હતી. પરંતુ સમયસર સારવાર ન મળતાં બાળકીનું મોત થયું છે.
ચોમાસાની ૠતુમાં લાલબત્તી સમાન કિસ્સો બનવા પામ્યો છે. પાટણ જીલ્લાના રાધનપુરમાં ૭ વર્ષની બાળકી રાત્રે ઘરમાં સૂઈ રહી હતી. બાળકીને રાત્રે સાપ કરડ્યો તો બાળકી રડી રહી હતી તો પરિવારે મધમાખી કરડી હોવાનું માની પરિવારે બાળકીને હળદર લગાવી સુવડાવી દીધી હતી. કલાકો બાદ ઘરમાં સાપ નજરે ચઢતા બાળકીને સાપ કરડ્યો હોવાનું સામે આવતા બાળકી ઘરે બેભાન અવસ્થામાં હતી. આથી ગભરાઈને બાળકીના પરિવારે બૂમાબૂમ કરી બાળકીની તપાસ કરી હતી, પણ યોગ્ય સમયે સારવાર ન મળતાં આખરે બાળકીનું મોત નિપજ્યું છે.