લીમખેડાના કથોલીયામાં વીજ લાઈનમાં ફસાયેલો પતંગ કાઢવા ગયેલા 10 વર્ષિય બાળકનું વીજ કરંટ લાગતા મોત.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કથોલીયા ગામમા ઉતરાયણના તહેવારની ઉજવણી દરમિયાન વીજ લાઈનમાં ફસાયેલી પતંગ કાઢવા જતા એક બાળકને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેનું મોત થયું હતું. જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાના કથોલીયા ગામે ઉતરાયણના તહેવારની ઉજવણી દરમિયાન હૃદય દ્રાવક દુર્ઘટના ઘટી હતી. પતંગ ઉડાવતા સમયે પતંગ વીજ લઈનમાં ફસાઈ જતા તે પતંગ ને કાઢવા જતા બાળકને કરંટ લાગ્યો હતો. જેથી તેનું મોત થયું હતું.

લીમખેડા તાલુકાના કથોલીયા ગામે ઉતરાયણનો પર્વ હોવાથી લોકો પતંગ ચગાવી આનંદ માણી રહ્યા હતા, આ દરમિયાન ધોરણ-5 મા અભ્યાસ કરતો 10 વર્ષીય સિદ્ધાર્થ ડાંગી પતાના ઘરની બહાર પતંગ ચગાવતો હતો, તે સમયે તેનો પતંગ ઘરથી થોડો દુર આવેલ MGVCLના વીજ થાભલામા ફસાઈ ગયો હતો, જે ફસાયેલા પતંગને કાઢવા જતા સિદ્ધાર્થને કરંટ લાગ્યો હતો. બાળકને કરંટ લાગતા આસપાસ ઉભેલા પરિવારજનો બાળક પાસે દોડી ગયા હતા અને બાળકને તાત્કાલિક સારવાર માટે દાહોદ દવાખાને લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બાળકને તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. વીજ કરંટના કારણે બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો, પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાવડી SRP ગ્રૃપમાં ફરજ બજાવતો જવાન પતંગની દોરીથી ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમા દાખલ કરાયો

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના રહેવાસી અને હાલમા વાવડી ખાતે આવેલ એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા જવાન વિક્રમભાઈ ચાવડા આજે સવારે પોતાના ઘરેથી મોટરસાયકલ લઈને ફરજ પર જવા નિકળ્યા હતા, તે સમય દરમ્યાન દાહોદ-અલીરાજપુર હાઇવે રોડ પર ખારવા ગામે અચાનક પતંગની દોરી આવી ગઈ હતી, જે પતંગ ની દોરી એટલી ધારદાર હતી કે, SRP જવાને પહેરેલ હેલ્મેટનો કાચ કાપીને અંદર ખૂંચી ગઈ હતી, જેના કાલણે SRPનુ નાક કપાઈ ગયું હતું અને નાક કપાઈ જતા લોહી વહેવા માડ્યુ હતુ.

લોહીલુહાણ હાલતમા SRP જવાને પરિવારજનોને ફોન કરી જાણ કરી હતી, ઘટનાની જાણ થતા પરિવારજનો દોડી આવ્યા હતા અને પતંગ દોરીથી ઘાયલ થયેલ SRP જવાનને ગરબાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામા આવ્યો હતો, હાલ SRP જવાનની સારવાર ચાલી રહી છે, જો હેલ્મેટ નહિ પહેર્યુ હોય તો આ પતંગની ઘારદાર દોરીથી ગંભીર ઇજાઓ પહોંચવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી, ત્યારે ચોક્કસથી કહી શકાય કે હેલ્મેટના કારણે SRP જવાનનો જીવ બચી ગયો હતો.