પશ્રિમ રેલ્વેના નવનિયુકત જનરલ મેનેજરે દાહોદ વર્કશોપમાં ઈન્સ્પેકશન કર્યુ

દાહોદ,

પશ્રિમ રેલ્વેના નવનિયુકત જનરલ મેનેજરે રતલામ મંડળના ડી.આર.એમ.તથા રેલ્વે તંત્રના ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે દાહોદના વર્કશોપ ખાતે ઈન્સ્પેકશન માટે આવ્યા હતા. જયાં 9000 એચ.પી.ના એન્જિના કારખાનાની ક્ધસ્ટ્રકશન સાઈટની મુલાકાત લઈ રેલ્વે વર્કશોપમાં જુદા જુદા વિભાગોમાં ઈન્સ્પેકશન કર્યુ હતુ.

પશ્રિમ રેલ્વેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા તેમજ રતલામ મંડળના ડી.આર.એમ.રજનીશ કુમાર તેમજ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો લઈ પોતાના સલુન મારફતે દાહોદના રેલ્વે વર્કશોપમાં ઈન્સ્પેકશન કરવા માટે આવ્યા હતા. જનરલ મેનેજર સીધા રેલ્વે વર્કશોપ ખાતે પહોંચ્યા હતા. જયાં સૌથી પહેલા તેમને 9000 એચ.પી.ના ઈલેકટ્રીક લોકો મોટીવ મેનીફેકચરીંગ સાઈટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ એડમીન બિલ્ડિંગ ખાતે નવીન કોન્ફરન્સ રૂમને ખુલ્લુ મુકયુ હતુ. જનરલ મેનેજર વર્કશોપ ખાતે નવીન સોલાર પ્લાન્ટ તેમજ ફેબ્રિકેશન સોપનુ ઉદ્ધાટન કર્યુ હતુ. જયાંથી જનરલ મેનેજર એલ.આર.એસ.શોપ ખાતે પહોંચ્યા હતા. જયાં તેઓએ લોકો રિપેર શોપ, બોગી સોપ ટ્રાન્સ્ફોર્મર સેકશન ઓકિસલેરી શોપ, મેમો સોપ, ડી.ઈ.ટી.સી. મેનુફેકચરીંગ શોપનુ નિરીક્ષણ કર્યુ હતુ. રોલિંગ સ્ટોક કારખાનાના મહત્વના યુનિટોનો વિસ્તાર થઈને નિરીક્ષણ કરી સારી ગુણવત્તા પુર્ણ કરવા રોલિંગ સ્ટોક કારખાના અને 75 હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓએ સી.ડબ્લ્યુ.એમ.ના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. જનરલ મેનેજર રેલ્વે મેન હોસ્પિટલ ખાતે હોસ્પિટલ નિરીક્ષણ કરી સારા કાર્ય બદલ રૂ.40,000 રોકડ પુરસ્કાર આપ્યો હતો અને તેઓએ જરૂરિયાત તેમજ સુવિધાઓ યુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તબીબો સાથે સંવાદ કર્યો હતો.