પશ્ચિમ રેલવેના અમરગઢ-પંચ પીપળીયા સેક્શનમાં રેલ દુર્ઘટનાથી રેલ વ્યવહાર ખોરવાયો

  • ભારે વરસાદના પગલે લેન્ડ સ્લાઈડીંગ થતા નિઝામુદ્દીન મિરાજ દુરંતો ટ્રેનનો એન્જીન તેમજ કોચ ખડી પડ્યા.
  • રેલ દુર્ઘટનાથી 5 ટ્રેનો રદ્દ કરાઈ,4 ટ્રેનો શોર્ટ ટરમીનેટ,9 સુપરફાસ્ટ ટ્રેનો મોડી પડી.

દાહોદ, પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ અમરગઢ પંચ પીપળીયા સેક્શનમાં ભારે વરસાદના પગલે લેન્ડ સ્લાઈડીંગ થતાં મોટા મોટા પથ્થરો રેલવે ટ્રેક પર આવી જતા તે સમયે ત્યાંથી પૂર ઝડપે પસાર થતી હઝરત નિઝામુદ્દીન થી મિરાજ જંકશન તરફ જતી 12494 દર્શન દુરંતો સુપરફાસ્ટ એક્સપ્રેસનો એન્જિન તેમજ કોચ પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો.જેના પગલે પાંચ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી જ્યારે ચાર ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી.થતા 9 થી વધારે સુપરફાસ્ટ ટ્રેનો તેમના નિર્ધારી સમય કરતા મોડી સંચાલિત કરવામાં આવી હતી. ઘટનાની જાણ રેલવે તંત્રના સત્તાધીશોને થતા યુદ્ધના ધોરણે ટ્રેક ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તથા રેલવે તંત્ર હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા હતા. જેના પગલે દાહોદ રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાઈ જવા પામ્યા હતા.

પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ અમરગઢ પંચ પીપળીયા સેક્શનમાં આજરોજ ભારે વરસાદના પગલે લેન્ડ સ્લાઈડીંગ થયું હતું. જેના કારણે મોટા મોટા પથ્થરો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. તે સમયે ટ્રેન નંબર 12494 નિશામુદ્દીન-મિરાજ દર્શન દુરંતો એક્સપ્રેસ પસાર થતા ટ્રેનનો એન્જિન તેમજ એક બોગી પાટા પરથી ખડી પડતા દાહોદ રેલવે સ્ટેશન સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. ઘટનાની જાણ રેલવે સત્તાધિશોને થતા રેલવે સેફટી ટીમ, આરપીએફ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.

દિલ્હી મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો, દાહોદથી ઇમરજન્સી મેડિકલ વાન ઘટના સ્થળે રવાના કરાઈ….

અમરગઢ પંચપીપલીયા સેક્શનમાં નિઝામુદ્દીન દુરંતો એક્સપ્રેસ ડિરેલ થતા પશ્ચિમ રેલવેનો અતિ વ્યસ્ત ગણાતો દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પ્રભાવિત થયો હતો. જેના પગલે દાહોદથી ઇમરજન્સી મેડીકલ વાન તમામ સંસાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી. આશરે બે કલાકની જહેમત બાદ ડાઉન ટ્રેક ચાલુ કરાતા એક તરફનો વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે ડાઉન ટ્રેક ચાલુ કરવામાં કલાકોનો સમય વીત્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી રેલવે સેફટી ટીમ તેમજ અન્ય સંબંધિતો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

ડીરેલ થયેલી દુરંતો એક્સપ્રેસના યાત્રીઓને રેલ્વે દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયા,વડોદરા ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી……

ગોધરા-રતલામ સેક્શનમાં નિઝામુદ્દીન દુરંતો સુપરફાસ્ટ ટ્રેન ડીરેલ થતા રેલ વ્યવહાર ખોરવાતા રેલવે તંત્ર દ્વારા દુરંતોમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ઘટના સ્થળે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડાઉન ટ્રેક ચાલુ થયા બાદ આ ટ્રેનમાં અન્ય એન્જિન લગાવી વડોદરા ખાતે રવાના કરવામાં આવી હતી. જ્યાં રેલવે તંત્ર દ્વારા મુસાફરોને ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

નીચે આપેલ ટ્રેનો રદ કરવામાં આવી…..

1) ટ્રેન નં. 09350 દાહોદ-આણંદ મેમુ 16.09.23 ના રોજ.

2) ટ્રેન નં. 16.09.23 ના રોજ 09358 રતલામ દાહોદ.

3) ટ્રેન નંબર 09383 રતલામ – ઉજ્જૈન 16.09.23 ના રોજ.

4) ટ્રેન નં.09381 દાહોદ-રતલામ 16.09.23 ના રોજ.

5) ટ્રેન નં. 09357 દાહોદ-રતલામ 16.09.23 ના રોજ.

નીચેની ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરાઈ….

1) ટ્રેન નં. 09382 રતલામ -દાહોદ ઉંઈઘ 16.09.23 બામણિયા સ્ટેશન પર ટૂંકો સમય સમાપ્ત થયો અને બામણિયા અને દાહોદ વચ્ચે રદ કરવામાં આવ્યો.

2) ટ્રેન નં. 19820 કોટા-વડોદરા ઉંઈઘ16.09.23 રતલામ ખાતે ટૂંકી અને રતલામ-વડોદરા વચ્ચે રદ.

3) ટ્રેન નં. 19340 ભોપાલ -દાહોદ ઉંઈઘ 16.09.29 નાગદા ખાતે ટૂંકો સમય સમાપ્ત થયો અને નાગદા અને દાહોદ વચ્ચે રદ કરાયો.

4) 19339 દાહોદ – 17.09.23 ના ભોપાલ નાગદાની શરૂઆત ટૂંકી અને દાહોદ અને નાગદા વચ્ચે રદ.

મોડી પડેલી ટ્રેનોની યાદી….

  1. ટ્રેન નં. 19339 દાહોદ ભોપાલ એક્સપ્રેસ- 01.05 કલાક.
  2. ટ્રેન નંબર 19037 બાંદ્રા ટર્મિનસ બરૌની એક્સપ્રેસ- 02.58 કલાક.
  3. ટ્રેન નંબર 22209 મુંબઈ સેન્ટ્રલ નવી દિલ્હી એક્સપ્રેસ- 04.02 કલાક.
  4. ટ્રેન નંબર 20941 બાંદ્રા ટર્મિનસ ગાઝીપુર સિટી એક્સપ્રેસ- 03.02 કલાક.
  5. ટ્રેન નંબર 19019 બાંદ્રા ટર્મિનસ હરિદ્વાર એક્સપ્રેસ-01.20 કલાક.
  6. ટ્રેન નંબર 12472 માતા વૈષ્ણો દેવી કટરા બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ- 03.12 કલાક.
  7. ટ્રેન નંબર 22634 એચ.નિઝામુદ્દિંગ ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ એક્સપ્રેસ – 03.07 કલાક.
  8. ટ્રેન નંબર 19020 હરિદ્વાર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ- 01.50 કલાક.