પશ્ર્ચિમ રેલવેએ રૂ. ૩૬.૭૫ કરોડનો દંડ વસુલ્યો.

મુંબઇ, મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના/અનિયમિત મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.

જેથી પશ્ર્ચિમ રેલવે પર તમામ કાયદેસર ટીકીટધારક મુસાફરોને આરામદાયક મુસાફરી અને સારી સેવાઓ સુનિશ્ર્ચિત કરી શકાય. એપ્રિલથી- મે, ૨૦૨૩ દરમિયાન પશ્ર્ચિમ રેલવેના વરિષ્ઠ વાણિજ્ય અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત પ્રેરિત ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા બહુવિધ ટિકિટ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના પરિણામે મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી રૂ.૯.૭૫ કરોડ સહિત રૂ.૩૬.૭૫ કરોડની વસૂલાત થઈ છે.

પશ્ર્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જાહેર કરેલી અખબારી યાદી મુજબ, મે, ૨૦૨૩ ના મહિના દરમિયાન, ૨.૭૨ લાખ ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરો, જેમાં ટીકીટ બુક કરાવ્યા વગરના સામાનના કિસ્સાઓ મળી આવ્યા હતા અને રૂ. ૧૯.૯૯ કરોડની રકમ હતી. વધુમાં, મે મહિનામાં, પશ્ર્ચિમ રેલવેએ મુંબઈ ઉપનગરીય વિભાગ પર ૭૯,૫૦૦ કેસ શોધી કાઢીને ૫.૦૪ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત મુસાફરીને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના પરિણામે, મે, ૨૦૨૩ના મહિનામાં ૧૨૮૦૦ થી વધુ અનધિકૃત મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે અને ૪૨.૮૦ લાખ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં ૨૦૩.૧૨% વધુ છે. પશ્ર્ચિમ રેલવે સામાન્ય લોકોને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરે છે. જેથી મુસાફરો કોઈપણ જાતની તકલીફો વિનાની મુસાફરી કરી શકે.