સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળની એક નહેરમાંથી મળી આવ્યો છે. સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ નવ દિવસ પછી સિલિગુડી નજીક એક નહેરમાંથી મળી આવ્યો હતો. સિક્કિમ સરકારે આરસી પૌડ્યાલની શોધ માટે એસઆઈટીની રચના કરી હતી.
પોલીસે જણાવ્યું કે મંગળવારે સિલિગુડીના ફુલબારીમાં તિસ્તા કેનાલમાં ૮૦ વર્ષીય પૌડ્યાલનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ એવી આશંકા છે કે મૃતદેહ તિસ્તા નદીના ઉપરના ભાગમાંથી વહી ગયો હશે. ઘડિયાળ અને કપડાં પરથી લાશની ઓળખ થઈ હતી. આરસી પૌડ્યાલ ૭ જુલાઈના રોજ પાક્યોંગ જિલ્લામાં તેમના વતન છોટા સિંગતમથી ગુમ થઈ ગયા હતા. રાજકારણીને શોધવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે આરસી પૌડ્યાલના મોતની તપાસ ચાલુ છે. પૌડ્યાલ સિક્કિમ વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર હતા અને બાદમાં રાજ્યના વન મંત્રી બન્યા હતા.
આરસી પૌડ્યાલને ૭૦ અને ૮૦ ના દાયકાના અંતમાં હિમાલયન રાજ્યના રાજકીય પરિદ્રશ્યમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવતું હતું. તેમણે રાઇઝિંગ સન પાર્ટીની સ્થાપના કરી. તેઓ સિક્કિમની સાંસ્કૃતિક અને સામાજિક ગતિશીલતાની ઊંડી સમજણ માટે પણ જાણીતા હતા. મુખ્યમંત્રી પીએસ તમંગે આરસી પૌડ્યાલના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, ’સ્વ. શ્રી આરસી પૌડ્યાલ જ્યુના આકસ્મિક નિધનથી હું ખૂબ જ દુ:ખી છું, જેઓ એક પ્રતિષ્ઠિત વરિષ્ઠ રાજકીય નેતા હતા. તેમણે સિક્કિમ સરકારમાં મંત્રી તરીકે વિવિધ હોદ્દા પર સેવા આપી હતી અને ઝુલકે ગામ પાર્ટીના નેતા હતા.