કોલક્તા, પશ્ચિમ બંગાળમાં સસ્તા અનાજ વિતરણના કૌભાંડ મામલે આજે ફરી વખત ઇડી દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તૃણમુલ કોંગ્રેસના ફરાર ધારાસભ્ય શાહજહાં શેખના ૬ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. શાહજહાં શેખ સામે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચારના પણ આરોપ છે.
એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ (ઇડી) દ્વારા શાહજહાં શેખને ગઇકાલે જ સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને ૨૯મીએ પેશ થવા ફરમાન કરવામાં આવ્યું હતું તેના બીજા જ દિવસે કેન્દ્રીય એજન્સીએ દરોડા પાડ્યા હતાં.
પશ્ચિમ બંગાળમાં જોરદાર વિવાદ સર્જનાર સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કેસમાં પણ તૃણમુલ કોંગ્રેસના નેતા સામે આરોપ છે. આ સાથે બે પ્રકરણમાં તેના પર ભીંસ છે.