કોલકતા, પશ્ચિમ બંગાળના માથાભાંગામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા એક સીઆરપીએફ જવાનનું મૃત્યુ થયું. મામલાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે સૈનિક બાથરૂમમાં પડી ગયો હતો, જેના કારણે તેને માથામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ આ ઘટના ગત રાત્રે બની હતી. માથાભાંગામાં એક મતદાન મથકના બાથરૂમમાં સીઆરપીએફનો એક જવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. લોકોએ જોયું તો સૈનિકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હોસ્પિટલના સૂત્રોનું કહેવું છે કે જવાનને માથામાં ઈજા થઈ હતી. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે જવાન બાથરૂમમાં પડી ગયો હતો. આ મામલે પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હજુ સુધી કોઈ ગેરરીતિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.એ યાદ રહે કે પશ્ર્ચિમ બંગાળની ત્રણ બેઠકો કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી પર પણ મતદાન થયું છે.