કોલકતા,
કોરોનાનો ખતરો ફરી એક વાર દેશમાં આવી શકે છે. પશ્ર્ચિમ બંગાળમાં કોરોનાનો સબ વરિયન્ટ બીએફ.૭ ના ચાર નવા કેસ સામે આવ્યા છે. પ્રદેશના આરોગ્ય મંત્રી તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જે ચાર સંક્રમણના મામલા સામે આવ્યા છે. તેમાથી ત્રણ ફક્ત એક જ પરિવારા છે. આ લોકો હાલમાં જ અમેરિકાથી પરત ફર્યા છે. આ લોકોના સેમ્પલને જીનોમ સિકક્વેન્સિંગ માટે ૨૯ ડિસેમ્બરના રોજ મોકલવામાં આવ્યા હતા. ધ્યાન આપવા જેવી વાત એ છે કે, પશ્ચિમ બંગાળના નેતાજી સુભાષ ચંદ્ર બોસ ઇંટરનેશનલ એરપોર્ટ પર બે આંતરરાષ્ટ્રીય યાત્રી બે દિવસ પહેલા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. તેમાથી એક વિદેશી નાગરીક હતો. આરોગ્ય વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે. તેમાથી એક બ્રિટિશ નાગરી છે. તે કુઆલાલંપુરથી ઓસ્ટ્રેલિયાથી ભારત આવી પહોચ્યા છે. ત્યાંથી તે બીહારના બોધ ગયા જવાના હતા. મહિલાને ડિસીજ એન્ડ બીજી હોસ્પિટલ કોલકાતામાં ભર્તી કરવામાં આવ્યા છે.
પશ્ર્ચિમ બંગાળ સરકારે કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણ કરવા માટે છ સૂત્રીય યોજના બનાવી છે. દર્દીના ઇલાજ માટે હોસ્પિટલની નક્કી કરવામાં આવી છે. ટેસ્ટીંગ, કિટની ખરીદી કરવામાં આવી છે. કોલકાતામાં ઇંફેક્શિયસ ડિજીસ એન્ડ બીજી હોસ્પિટલ, શંભૂ નાથ પંડિત હોસ્પિટલ, એમઆર બાંગલ હોસ્પિટલને નક્કી કરવામાં આવી છે. જ્યાંપર જો તમે કોરોગ્રસ્ત છો તો મરીજોને ભરતી કરવામાં આવશે. આ તમામ પ્રદેશ સરકાર અંતર્ગત આવે છે. મહત્વની વાત એ છે કે, કોલકાતામાં કોરોનાનો જે વેરિયન્ટના જે ચાર દર્દી સામે આવ્યા છે તેણે ચીનમાં સૌથી વધારે સંક્રમણ ફેલાવ્યુ છે. વિશ્ર્વ સ્વસ્થ્ય સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે, કોરોનાના બે વરેયન્ટ બીએ.૫.૨ અને બીએફ.૭ ના લીધે વધારે લોકો સંક્રમિત થયા છે. એવામાં જેવી રીતે ભારતમાં આ વેરિયન્ટ સામે આવ્યો છે. તેણે સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે.