
કોલકાતા, લોક્સભા ચૂંટણી-૨૦૨૪ પહેલા તૃણમુલ કોંગ્રેસે પશ્ર્ચિમ બંગાળમાં કોંગ્રેસને ઝટકો આપ્યો છે. કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્યએ તૃણમુલ કોંગ્રેસનો હાથ થામી લેતા કોંગ્રેસ નધણિયાતી બની ગઈ છે. પશ્ર્ચિમ બંગાળના કોંગ્રેસના ધારાસભ્ય બાયરન બિશ્ર્વાસ સોમવારે તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. બાયરન બિશ્ર્વાસે તૃણમુલ કોંગ્રેસનો ઝંડો પકડી તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થવાની જાહેરાત પણ કરી છે.
બાયરન બિશ્ર્વાસ તાજેતરમાં જ સાગરદીધી વિધાનસભા પેટાચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારને હરાવીને વિજેતા થયા છે. કોંગ્રેસની જીત તૃણમુલ કોંગ્રેસ માટે મોટો પરાજય માનવામાં આવી રહ્યો હતો. દરમિયાન તૃણમુલ કોંગ્રેસે તેમના ટ્વિટર એકાઉન્ટ પર બાયરન બિશ્ર્વાસ ્સ્ઝ્રમાં સામેલ થયા હોવાની જાહેરાત કરી છે.