પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના નેતા રાજુ ઝાની ગોળી મારી હત્યા

કોલકતા,પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ નેતા રાજુ ઝાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી ભાજપ નેતા રાજુ ઝાની મીઠાઇની દુકાનની બહાર હતાં ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી બંગાળમાં રાજકીય હોબાળા વચ્ચે બર્ધમાનમાં ભાજપના નેતા રાજુ ઝાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે.

આ ઘટના બર્ધમાનમાં ભાજપ નેતા રાજુ ઝાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી હુમલાખોર ગોળી મારીને ભાગી ગયો હતો સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ રાજુ ઝાની તરીકે થઇ છે.તેઓ બિઝનેસમેન છે. જયારે બર્ધમાનથી કોલકતા જઇ રહ્યાં હતાં ત્યારે શક્તિગઢમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો અને ગોળી મારી હતી. તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં જયાં ડોકટરે તેમને મૃત જાહેરક કર્યા હતાં હત્યાનો હેતુ જાણી શકાયો નથી હાલમાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. રાજુ ઝાની ડિસેમ્બર ૨૦૨૧માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચુંટણી પહેલા ભાજપમાં જોડાયા હતાં.પોલીસે જણાવ્યું હતું કે ઝાની પર ડાબેરી મોરચાના શાસન દરમિયાન સિલ્પંચલમાં ગેરકાયદે કોલસાનો કારોબાર ચલાવવાનો આરોપ હતો તેમની સામે ટીમએમસી સરકારમાં પણ અનેક કેસ નોંધાયા હતાં.