પશ્ર્ચિમ બંગાળ: રામ નવમી હિંસાની તપાસ એનઆઇએ કરશે, કલકત્તા હાઈકોર્ટનો આદેશ

  • એફઆઇઆર અને સીસીટીવી ફૂટેજ સાથે સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો એનઆઇએને સોંપવાનો આદેશ આપ્યો.

કોલકતા,કલકત્તા હાઈકોર્ટે પશ્ર્ચિમ બંગાળમાં રામ નવમી દરમિયાન થયેલી હિંસાની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઇએ) ને સોંપવા આદેશ આપ્યો છે. ગત મહીને રામ નવમીની ઉજવણી દરમિયાન પશ્ર્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો, આગચંપી અને મારામારીની ઘટનાઓ સામે આવી હતી. પોલીસના વાહનો, દુકાનો અને જાહેર પરિવહનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

૩૦ માર્ચ રામ નવમીના રોજ પશ્ર્ચિમ બંગાળમાં હાવડા, ઉત્તર દિનાજપુર, ઈસ્લામપુરમાં શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. ત્યારપછીના દિવસોમાં હાવડા અને રિસડા સિવાય પણ ઘણી જગ્યાએ હિંસક અથડામણની ઘટનાઓ બની હતી. ભીડને શાંત કરવા અને વિખેરવા માટે સુરક્ષાકર્મીઓએ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ મામલે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

ટીએમસી અને બીજેપી બંનેએ એકબીજા પર હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે સરઘસે “ખાસ કરીને એક સમુદાયને નિશાન બનાવવા અને હુમલો કરવા” માટે પરવાનગી વિના ચોક્કસ માર્ગ પસંદ કર્યો હતો.બંગાળ બીજેપીના અધ્યક્ષ સુકાંત મજુમદારે હતું કે, “ટીએમસી ખોટું બોલી રહી છે, કારણ કે એ ખોટો રૂટ ન હતો. હાવડા મેદાન સુધી પરવાનગી આપવામાં આવી હતી અને ત્યાં જવાનો આ એકમાત્ર રસ્તો હતો.”

વાસ્તવમાં રામ નવમીની ઉજવણી દરમિયાન પશ્ર્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો, આગચંપી અને મારામારીની ઘટનાઓ સામે આવી હતી. પોલીસના વાહનો, દુકાનો અને જાહેર પરિવહનના વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.પશ્ર્ચિમ બંગાળમાં રામ નવમી પર ૩૦ માર્ચથી હાવડા, ઉત્તર દિનાજપુર, ઈસ્લામપુરમાં શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. ત્યારપછીના દિવસોમાં હાવડા અને રિસડા સિવાય પણ ઘણી જગ્યાએ શોભા યાત્રા દરમિયાન હિંસક ઘટનાઓ બની હતી. ભીડને શાંત કરવા અને વિખેરવા માટે સુરક્ષાકર્મીઓએ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ મામલે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ટીએમસી અને બીજેપી બંનેએ એકબીજા પર હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય પોલીસને ૨ અઠવાડિયાની અંદર તપાસ, એફઆઇઆર અને સીસીટીવી ફૂટેજ સાથે સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો એનઆઇએને સોંપવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ પશ્ર્ચિમ બંગાળમાં રામ નવમી પર થયેલી હિંસાની એનઆઇએ તપાસની માંગ કરતી પીઆઈએલ દાખલ કરી હતી.કેન્દ્ર સરકાર પાસેથી એનઓસી મળ્યા બાદ એનઆઇએ કેસની તપાસ શરૂ કરશે. શહેરમાં રામ નવમીની ઉજવણીમાં હિંસાને પગલે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા.