પર્યુષણ મહાપર્વનો આરંભ થઈ ચુક્યો છે, ત્યારે દાહોદ શહેરમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે તારીખ 01 સપ્ટેમ્બરના રોજ પર્યુષણ મહાપર્વના પ્રારંભ સાથે દાહોદના તેરાપંથ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યુષણના પ્રથમ દિવસે પાશ્ર્વનાથનું વાચન, ભગવાન ઋભનું વચન તેમજ પર્યુષણ પર્વ નવાહિક કાર્યક્રમમાં ખાદ્ય સંયમ દિવસની ઉપર પણ તમામ જાણકારી આપવામાં આવી હતી.
જેમાં અહીંના શ્રાવક સમાજની સારી એવી ઉપસ્થિતી જોવા મળી હતી. સાંજે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિક્રમણ, અહેત વંદના તેમજ વંદન કેમ કરવામાં આવે છે, તેની વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. તમામ કાર્યક્રમોમાં તમામ લોકોએ ખુબજ ઉત્સાહ, ઉમંગભેર સાથે તેરાપંથ પરિવારના દાહોદવાસીઓએ પર્યુષણમાં ભગવાનનું વાચન સાંભળવા માટે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.