કાલોલના તાલુકાના પરૂણા ગામના ગ્રામજનો દ્વારા ગોમા નદી પટના સર્વે નં.183/184 બ્લોક (લીઝ)કાયમી બંધ કરવાની માંગ સાથે આવેદન

પરૂણા ગામ , અથમણા, અગાસીની મુવાડી, ધુસર, સુરેલી ગામના ખેડુતોના સિંચાઈ કુવાના જળસ્તર નીચે જતા પાકોને ભારે નુકશાન.

  • સિંચાઇ કુવાઓમાં પાણી નહિ રહેતા પરૂણા ગામ સહિતના 10 જેટલા ગામોના ખેડુતોના પાકોને સિંચાઇ પાણી વગર નુકશાન થઈ રહ્યું

કાલોલ,કાલોલ તાલુકાના પરૂણા ગામની ગોમા નદીના પટમાં આવેલ સર્વે નંં.183/184ના બ્લોક લીઝ કાયમી ધોરણે બંધ કરવા માટે આવે નદી માંથી ઉલેચવામાંં આવતી રેતીને લઈ જળ સ્તર નીચે ગયા હોય જેને લઈ સિંચાઇ કુવાઓમાં પાણી નહિ રહેતા પરૂણા સહિતના 10 જેટલા ગામોના ખેડુતોના પાકોને સિંચાઇ પાણી વગર નુકશાન થઈ રહ્યું છે. જેને લઈ ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આપવામાં આવ્યું.

કાલોલ તાલુકાના પરૂણા ગામ પાસેથી પસાર થતી ગોમા નદીના પટ માંથી આવેલ સર્વે નં.183/184ની બ્લોક લીઝ કાયમી ધોરણે બંધ કરવામાં આવે. પરૂણા ગ્રામજનો દ્વારા રજુઆત કરાઈ છે કે, પરૂણા અને આસપાસના અથામણા, અગાસીની મુવાડી, ભૈરવની મુવાડી, ધુસર, સુરેલી ગામોમાં પણ ગોમા નદી માંથી બેફામ રીતે રેતી ઉલેચવામાં આવી રહી છે. જેને લઈ ભુર્ગભ જળ સ્તર ખુબ નીચે ગયા છે ગોમા નદીના તટ વિસ્તારના 8 જેટલા ગામો 100 થી 150 જેટલા સિંચાઈ કુવા આવેલ છે. આ કુવાઓમાં પહેલાના સમયમાં 24 કલાક સિંચાઈ પાણી ચાલતુંં હતું. જ્યારે હાલ માંંડ અડધો કલાક પણ પાણી ચાલે છે. જેને લઈ ખેડુતોના ઉભા પાક સુધાઈ જાય છે. ગોમા નદીના પટ માંથી રેતી ખનન લઈ ભુર્ગભ જળના સ્તર નીચે ગયા છે. તેની અસર સિંચાઈ કુવાઓમાં જળ સંગ્રહ ઓછો થયો છે. ખેડુતોના ઉભા પાક સુકાઈ જતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ગોમા નદી માંથી રેતી ખનન ખૂબ મોટી માત્રામાં થતાં નદી કિનારાની જમીનનું વેચાણ વધતું જાય છે. પરૂણા ગામ ગોમા નદી કિનારાનુંં ગામ છે. અગાઉ રેતી ખનનને ત્રણ થી ચાર ધરોપણ ધોવાણ થયેલ છે. રેતી ખનનને લઈ નદીમાં પડેલ ખાડાઓ પડવાથી ચાર જેટલા લોકોનું ડુબી જવાથી મોત પણ થવા પામ્યા છે.

પરૂણા ગામના નદી પરના સર્વે નં.183/184 લાગુ ગોમા નદી પટ વિસ્તાર માંથી 3.00 હેકટર વિસ્તાર ગોધરાના ઈબ્રાહિમ ધંત્યાને વર્ષ-2022 થી બ્લોક ફાળવણી કરાયો તે અગાઉ પરૂણા ગામના ગ્રામજનો આસપાસના ખેતરોના માલિકોની સંંમતિ કે અભિપ્રાય લેવામાં આવેલ નથી. જેથી લીઝ નામંજુર કરવી જરૂર છે. લીઝ પરમીશન મેળવતા માથાભારે ઈસમોને લીઝ બંધ કરવાનું કહેતા અગાઉ ગ્રામજનો સાથે ઝગડાઓ પણ થયેલ છે અને પોલીસ ફરિયાદ પણ કરાઈ છે. ગોમા નદીમાં લીઝ ધરાવતા બ્લોકના માલિકો અને મળતીયાઓ દ્વારા ગ્રામજનો ઉપર ખોટા કેશ કરી હેરાન કરવામાં આવે છે. જેને લઈ પરૂણા ગામના ગ્રામજનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આવેદન તૈયાર કરાયું તેમાંં પરૂણા સહિતના ગોમામાં નદીમાં પૂન:લીઝ પરમીશન નહિ આપવા તેજ પરમીશન રદ કરવા તેમજ ગોમા નદીમાં નવા બ્લોક ન ફળવાય તેવી માંગ સાથેના આવેદન પંચમહાલ જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું.

વધુ વાંચો : કાલોલના બાકરોલ નવા ધરામાં ફરિયાદીની સંયુકત મિલ્કતમાં રસ્તા બાબતના વિવાદમાંં આરોપીઓએ મારમારી કરતાં ફરિયાદ