પાર્ટી કાર્યર્ક્તાએ કોંગ્રેસ નેતા નાના પટોલેના પગ ધોયા,ભાજપે ટોણો માર્યો

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાના પટોલેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા પાર્ટી કાર્યકર દ્વારા પાણીથી પોતાના પગ સાફ કરતા જોવા મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના વાડેગાંવમાં નાના પટોલેનો પગ કાદવમાં ફસાઈ ગયો હતો. આ પછી કામદારે પાણીથી પગ ધોયા. વીડિયોમાં જોઈ શકાય છે કે નાના પટોલે પોતાની કારમાં બેઠા છે અને કાર્યકર તેમના પગ ધોતો જોવા મળી રહ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ નાના પટોલે ભાજપ અને સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગયા છે. મહારાષ્ટ્ર ભાજપે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કોંગ્રેસના નેતા નાના પટોલેનો વીડિયો શેર કર્યો છે. બીજેપીએ ટ્વીટર પર લખ્યું, કોંગ્રેસે હંમેશા લોકોને પોતાના પગ નીચેની ધૂળ સમજ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસ અયક્ષ નાના પટોલેનો પગ કાદવમાં ફસાઈ ગયો તો તેમણે એક કાર્યકરને પગ ધોવા માટે કહ્યું. જો સત્તા તેમના હાથમાં જશે તો ગરીબોની આ હાલત થશે… આ વિડીયો સાબિતી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા નાના પટોલેએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ (મુખ્યમંત્રી યોગી) પોતાને સંત કહે છે અને ભગવા વો પહેરે છે. જ્યારે રાવણ સીતાજીને ચોરવા આવ્યો ત્યારે તે પણ ભગવા વો પહેરીને આવ્યો હતો. ભગવો પહેરીને ખોટી નીતિઓને સમર્થન આપવું ખોટું છે.

આ સિવાય નાના પટોલેએ રામ મંદિરને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. નાના પટોલેએ લોક્સભા ચૂંટણી વખતે કહ્યું હતું કે જો કેન્દ્રમાં અમારી સરકાર આવશે તો રામ મંદિરનું શુદ્ધિકરણ થશે. ચાર શંકરાચાર્યને બોલાવીને રામ મંદિરમાં પણ યોગ્ય પૂજા કરાવવામાં આવશે.