પાર્થ સમંથાન હવે રિયાલિટી શોમાં નહીં જોવા મળે ?

પાર્થ સમંથાન ‘કૈસી યે યારિયાં’ સીઝન 5 સાથે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ચાહકો આ સિરીઝની Jio સિનેમા પર સ્ટ્રીમ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પાર્થ સમથાને OTT પર તેની આગામી સિરીઝ સાથે રિયાલિટી શૉ પરના તેમના અનુભવો શેર કર્યો હતો અને આ સિવાય તેણે હવે રિયાલીટી શો ન કરવાની મોટી વાત કરી હતી. ત્યારે જાણો શું કહ્યું.

તમને જણાવી દઈએ કે, ‘કૈસી યે યારિયાં’માં માનિકનું પાત્ર ભજવનાર પાર્થ સમથાન તાજેતરમાં ‘સોશિયલ કરન્સી’ નામના રિયાલિટી શોનો ભાગ બન્યો હતો. Netflix પરના આ રિયાલિટી શોમાં પાર્થ સમથાન એક માત્ર એક્ટર હતો. પાર્થ કહે છે કે “હું આગળ રિયાલિટી શો કરવા માંગતો નથી. આ અનુભવ મારા માટે ખૂબ જ અલગ હતો, પરંતુ મને નથી લાગતું કે હું આ પ્રકારના રિયાલિટી શો માટે બન્યો છું.

જો કે આ દરમિયાન પાર્થે એક રસપ્રદ વાત કહી. પાર્થે કહ્યું- ‘હું રિયાલિટી શો એક સ્પર્ધક તરીકે નહીં પણ હોસ્ટ તરીકે કરી શકું છું. સાચું કહું તો અત્યારે આ વિશે વાત ચાલી રહી છે. જો બધું બરાબર રહેશે, તો હું ચોક્કસ તમને તેના વિશે સારા સમાચાર આપીશ. હોસ્ટ તરીકે પાર્થ સમથાનનો આ પહેલો શો હશે. ટીવીથી કરિયરની શરૂઆત કરનાર ‘કસૌટી ઝિંદગી કે’ એક્ટર ટૂંક સમયમાં બોલિવૂડમાં પણ એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

પાર્થ ઘુડચઢીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ એક મહિના પહેલા જ પૂરું કર્યું હતું. સંજય દત્ત અને રવિના ટંડનની આ ફિલ્મમાં પાર્થ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ટી-સીરીઝ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થઈ શકે છે.

જો કે તેના કરિયરની શરુઆતની વાત કરીએ તો પાર્થ સમથાનની ટીવી સીરિયલ ‘કૈસી યે યારિયાં’એ તેનું જીવન બદલી નાખ્યું. MTV પર શરૂ થયેલો આ શો હવે OTT પર સીરિઝ ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવ્યો છે, જોકે, OTT પછી પાર્થ ટૂંક સમયમાં મોટા પડદે પણ દેખાવાનો છે.