પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. યોગેશ કથુનિયાએ ડિસ્ક્સ થ્રોમાં ભારતને ૮મો મેડલ અપાવ્યો છે. યોગેશ કથુનિયાનો પ્રથમ થ્રો ૪૨.૨૨ મીટર હતો. ત્યારબાદ બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા અનુક્રમે ૪૧.૫૦ મીટર, ૪૧.૫૫ મીટર, ૪૦.૩૩ મીટર અને ૪૦.૮૯ મીટર હતા. આ રીતે ભારતને તેનો ૮મો મેડલ મળ્યો છે.
આજે યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્ક્સ થ્રો હ્લ૫૬ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. યોગેશે સતત બીજી પેરાલિમ્પિકમાં સિલ્વર જીત્યો છે. અગાઉ યોગેશે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. હાલમાં ભારત મેડલ ટેલીમાં ૩૦માં સ્થાને છે. અત્યાર સુધીમાં ૧ ગોલ્ડ મેડલ સિવાય ભારતીય ખેલાડીઓએ ૩ સિલ્વર મેડલ અને ૪ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
પેરિસ પેરાલિમ્પિક્સ ૨૦૨૪માં ભારતના મેડલ વિજેતાઓ
- અવની લેખરા (શૂટિંગ) ગોલ્ડ મેડલ, મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ
- મોના અગ્રવાલ (શૂટિંગ) બ્રોન્ઝ મેડલ, મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ
- પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) બ્રોન્ઝ મેડલ, મહિલાઓની ૧૦૦ મીટર રેસ (્૩૫)
- મનીષ નરવાલ (શૂટિંગ) સિલ્વર મેડલ, પુરુષોની ૧૦ મીટર એર પિસ્તોલ
- રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) બ્રોન્ઝ મેડલ, મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ
- પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) બ્રોન્ઝ મેડલ, મહિલાઓની ૨૦૦ મીટર રેસ (્૩૫)
- નિષાદ કુમાર (એથ્લેટિક્સ) સિલ્વર મેડલ, પુરુષોની હાઈ જમ્પ (્૪૭)