મનુ ભાકર અને પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં પરેડ ઓફ નેશન્સમાં ભારતીય ધ્વજ સાથે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતના મનુ ભાકર અને પીઆર શ્રીજેશ, જેમને પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહ માટે સત્તાવાર ધ્વજ ધારક જાહેર કરવામાં આવ્યા હતા. તેઓને આઇઆએએ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ના સમાપન સમારોહની શાનદાર શરૂઆત બાદ તમામ ટીમો પોતપોતાના ધ્વજ સાથે સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. તેઓએ પોતપોતાની જગ્યાઓ લીધી છે. ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સ પેરિસ ૨૦૨૪ના સમાપન સમારોહ પહેલા એક અદભૂત નજારો જોવા મળ્યો હતો.૨૦૨૪ પેરિસ ઓલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાચ સાથે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, તેમની પત્ની બ્રિજિટ મેક્રોન.
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં પહેલો મેડલ જીત્યો, ૧૦ મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ. ત્યારબાદ મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી, સ્વપ્નિલ કુસાલે મેન્સ ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. આ પછી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. કુસ્તીબાજ અમન સેહરાવતે ૫૭ કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને છઠ્ઠો મેડલ મેળવ્યો હતો.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો છઠ્ઠો અને છેલ્લો મેડલ કુસ્તીમાં આવ્યો હતો. કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની ૫૭ કિગ્રા ફ્રી સ્ટાઇલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર સૌથી યુવા ખેલાડી પણ છે.જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં તેની સિઝનની શ્રેષ્ઠ ૮૯.૪૫ મીટર ભાલા ફેંકી હતી. પરંતુ તે પાકિસ્તાનના ખેલાડી અરશદ નદીમને પાછળ છોડી શક્યો નહીં.
પેરિસ ઓલિમ્પિકમાં હોકી ટીમે ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. ભારતે બ્રોન્ઝ મેડલ માટે સ્પેન સાથે મુકાબલો કર્યો હતો. ભારતે સ્પેનને ૨-૧થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનો આ સતત બીજો બ્રોન્ઝ મેડલ છે.પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો ત્રીજો મેડલ પણ શૂટિંગમાં આવ્યો હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની ૫૦ મીટર રાઈફલ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું .
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો. મનુ ભાકરે ૧૦ મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે પણ સરબજોત સિંહ સાથે મિશ્ર ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.રમતગમતના મહાકુંભ, પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ૧૧૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે તેની પેરિસ ઓલિમ્પિકની સફર ૬ મેડલ સાથે પૂર્ણ કરી. ભારતે એક સિલ્વર મેડલ અને ૫ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.