પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યા બાદ અરશદ નદીમ લાહૌર એરપોર્ટ પર સ્વાગત

પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યા બાદ અરશદ નદીમ પોતાના વતન પરત ફર્યો છે. પાકિસ્તાનના લાહૌર એરપોર્ટ પર પ્લેનના લેન્ડિગ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. પાકિસ્તાન સરકારે અરશદ નદીમના વતન પરત ફરતા પહેલા દેશના સૌથી મોટા એવોર્ડમાંથી એકથી નવાજવાની જાહેરાત કરી છે.

અરશદ નદીમને પાકિસ્તાન સરકારે જે સન્માનથી જાહેરાત કરવાની જાહેરાત કરી છે. તે આજ સુધી કોઈ ખેલાડીને મળ્યો નથી. અરશદ નદીમ આ એવોર્ડ મેળવનાર પહેલો ખેલાડી હશે. આ એવોર્ડ પાકિસ્તાન માટે વનડે વર્લ્ડ કપ જીતનાર ઈમરાન ખાન હોય કે પછી ટી૨૦ વર્લ્ડકપ જીતનાર યૂનુસ ખાન હોય આ એવોર્ડ તેમને મળ્યો નથી.

પાકિસ્તાનનો બીજો સૌથી મોટો નાગરિક સન્માન છે હિલાલ એ પાકિસ્તાન, જે અરશદ નદીમને આપવામાં આવશે. જેવલિન માટે ઓલિમ્પિક ચેમ્પિયન બની પાકિસ્તાન પરત ફરેલા અરશદ નદીમને આ બીજો સૌથી મોટો નાગરિક સન્માન મેળવનાર પહેલો ખેલાડી હશે. દેશની જેમ આ સન્માન તેમણે પેરિસ ઓલિમ્પિકમાં કરેલા શાનદાર પ્રદર્શનથી મળ્યું છે.

અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં જેવલિન થ્રોમાં પાકિસ્તાનને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. અરશદ નદીમે આ સાથે રેકોર્ડ પણ બનાવ્યો હતો.આ માટે અરશદ નદીમે ૯૨.૯૭ મીટર દૂર ભાલો થ્રો કર્યો હતો.હવે જ્યારે સફળતા મોટી હશે ત્યારે ઉજવણી થશે. અરશદ નદીમની સફળતાને લઈને પાકિસ્તાનમાં પણ એવું જ વાતાવરણ છે. લાહોર હોય કે કરાચી, શહેરના દરેક ચોક પર તેના હોડગ્સ લગાવવામાં આવ્યા છે.