પેરિસ ઓલોમ્પિકમાં ભારતના અભિયાનનો અંત, ભારતના ફાળે કુલ ૬ મેડલ

પેરિસ ઓલિમ્પિકના ૧૪માં દિવસે ભારતીય અભિયાનનો અંત આવ્યો છે. ભારતીય રેસલર રિતિકા પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં મહિલાઓની ૭૬ કિગ્રા રેસલિંગ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે. તેને કિગસ્તાનના ઇપેરી મેડેટ કાયજીએ ૧-૧થી પરાજય આપ્યો હતો.

કિગસ્તાનની રેસલર આ મેચ જીત્યા પછી પોઈન્ટ બરાબર હતા કારણ કે તેને છેલ્લો પોઈન્ટ મળ્યો હતો. રિતિકાએ રાઉન્ડ ઓફ ૧૬માં હંગેરીની બર્નાડેટ નાગીને ૧૨-૨થી હરાવીને ટોપ-૮માં સ્થાન મેળવ્યું હતું.રેસલિંગ ઉપરાંત ભારતીય ગોલ્ફર અદિતિ અશોક અને દીક્ષા ડાગર પણ હારી ગયા છે.એક દિવસ પહેલા અમન સેહરાવતે પુરુષોની ૫૭ કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે કુલ ૬ મેડલ જીત્યા છે.