પરોલી ગામે ચાર રસ્તા પર પાવાગઢ જતા ભાવિક ભક્તો માટે વિસામાનું આયોજન કરાયું

ધોધંબા, ઘોઘંબા તાલુકામાં આવેલા પરોલી ગામે ચાર રસ્તા પર વિસામાનુ આયોજન કરવામાં આવેલ છે. મહાકાલી માતા પાવાગઢના દર્શનાર્થે જતા તમામ પદયાત્રીઓ અને વાહન ચાલક ભાવિક ભક્તો માટે વિસામાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. વિસામામા દરેક ભક્તોને લાભ લેવા માટે આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવે છે. નવલા નોરતાના પહેલા દિવસે પરોલી ગામના કોલાભાઈ, ગોકુળભાઈ પંચાલ પત્રકાર અને મિત્ર મંડળ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. પહેલા નોરતાની આગલી રાતે જ દેવગઢબારિયા, ઘોઘંબા થી પાવાગઢના રસ્તા ઉપર ધાર્મિક ભક્તોનું ઘોડાપૂર નજરે પડે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢમા આસો નવરાત્રીમાં માતાજીના દર્શનના લાભ લેતા હોય છે.