પરણીતાએ પોતાના સાસરિયાંઓનો કાંટો કાઢી નાખવા રસોઈમાં ઝેર ભેળવીને ખાવાનું આપતા દેવરનું મોત

પાટણ,પાટણ જીલ્લાના શંખેશ્ર્વર તાલુકાના ધનોરા ગામે એક હેવાન પરણીતાએ પોતાના સાસરિયાંઓનો કાંટો કાઢી નાખવા રસોઈમાં ઝેર ભેળવીને ખાવાનું આપતા દેવરનું મોત થયું છે જ્યારે સસરાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર શંખેશ્ર્વર તાલુકાના ધનોરા ગામના અશોકભાઇ ગોસ્વામીનાં લગ્ન તથા તેમની બહેન હેતલ ગોસ્વામીનાં બંન્નેને સાટાપેટે લગ્ન કરેલ હતા પરંતુ અશોકભાઈ અને તેમની પત્ની જયા ગોસ્વામીને છેલ્લા બારેક વર્ષથી મનમેળ નાં હોય તે રિસાઈને તેના પિયર ગોતરકા તા.સાંતલપુર ખાતે રહેતી હતી. એમને આજથી ચારેક દિવસ પહેલા સમાજના માણસો ભેગા મળી રાજીપો કરી જયાને ધનોરા સાસરીમાં મોકલવાનુ નક્કી કર્યા બાદ જયા ગોસ્વામીને ચારેક દિવસ પહેલા તેડીને સાસરીમાં લાવેલા.

જોકે જયા સાસરીમાં આવી પરંતુ તેના મનમાં શેતાની વિચાર ચાલતા હતા જયાએ તેના સાસરી વાળાને જમવામાં ઝેર આપીને મારી નાખવાનો પ્લાન કર્યો હતો. જેના ભાગરૂપે પરિવારના અડધા સભ્યો ખેતરે રજકો વાઢવા ગયેલ હતા ત્યારે જયા જમવાનું બનાવતી હતી. એ સમયે દિયરે ભાભીને પૂછ્યું કે આજે જમવામાં શું બનાવ્યુ છે ? તો જયાએ કહ્યું દાળ-ભાત બનાવુ છુ. દીયરની નજર ગેસની સગડી ઉપર પડી તો ભાભી અલગ-અલગ તપેલીમાં દાળ બનાવતા હતા. એ જોઈને દિયર બોલ્યા કે આવું કેમ કરો છો તો જયાએ કહેલ કે સુમિત તીખુ નથી ખાતો તેના માટે મોળી દાળ બનાવુ છું. થોડીવાર બાદ જયાએ સસરાને બૂમ પાડીને જમવા માટે બોલાવતા સસરા ઈશ્ર્વરગિરી જમવા માટે ગયેલ ત્યારબાદ દિયર મહાદેવગીરી જમવા ગયા. થયું એવું કે જમ્યા બાદ બપોરના સુમારે ઝેરની અસર થતા ઘરની આગળ મહાદેવગીરી અચાનક પડી ગયા અને ઊબકા ખાવા લાગ્યા બીજી તરફ પિતા ઈશ્ર્વરગીરી પણ ઉબકા ખાતા હતા. બંને પિતા પુત્રને સ્થાનિક દવાખાને લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે પાટણ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મહાદેવગીરીને મૃત ઘોષિત કર્યા હતા.

હત્યારી જયા ગોસ્વામીને અશોકભાઈ સાથે મનમેળ ન હોય અને તેઓ છેલ્લા બારેક વર્ષથી રિસાઈને તેના પીયર ગોતરકા રહેતી હોઈ અને તેઓને પતિ અશોકભાઈ સાથે રહેવુ ન હોય તેમ છતા સગા-સબંધીઓ દ્વારા જયાંને તેડીને લાવેલ હતા. જેથી જયાએ સાસરીમાં ઘરના માણસોનો કાંટો કાઢી નાખવા રસોઈમાં ઝેરી વસ્તુ નાખી તે રસોઈ પીરસવાથી દીયર મહાદેવગીરી ગોસ્વામી મોતને ભેટ્યા છે તો સસરા ઈશ્ર્વરગિરી ગોસ્વામી હાલ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાને લઇ મૃતકના ભાઈ ભોલાગીરી ગોસ્વામીએ શંખેશ્ર્વર પોલીસ મથકે પોતાની હેવાન ભાભી જયા ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી જયા ગોસ્વામીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.