શ્રીનગર,
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે એક ચુકાદામાં એવું કહ્યું કે એક વખત કોઈ પુરુષ લગ્ન કરી લે અને પરિવારનું પાલણ પોષણ કરવાનો નિર્ણય કરે તે પછી તે એમ ન કહી શકે કે તે લગ્ન સંબંધિત તેની નૈતિક અને કાનૂની જવાબદારી નિભાવવા તૈયાર નથી કારણ કે તે આજીવિકા કમાવવાની ક્ષમતામાં નથી.
જસ્ટિસ વિનોદ ચેટર્જી કૌલની ખંડપીઠે વિક્રમ જામવાલ વિરુદ્ધ ગીતાંજલિ રાજપૂત અને અન્ય (૨૦૧૦) ૧ જેકેજે ૨૩૬માં આપેલા ચુકાદા પર આધાર રાખ્યોહતો અને કહ્યું હતું કે, લગ્ન કરવા કે નહીં તે નક્કી કરવાનું કામ વ્યક્તિએ કરવાનું હોય છે, પરંતુ એક વખત કોઈ વ્યક્તિ લગ્ન કરવાનું નક્કી કરે, પછી તે તમામ ફરજો નિભાવવા માટે બંધાયેલો છે જેની સમાજ અને કાયદો અપેક્ષા રાખે છે અને જેનું પાલન કરવાની જરૂર છે.
ખંડપીઠ એક અરજી પર નાવણી કરી રહી હતી જેમાં અરજદારને તેની પત્ની અને પુત્રી (તેમનાથી અલગ રહેતા) ના ભરણપોષણનો આદેશ અપાયો હતો. અરજદારે એવી દલીલ કરી હતી કે તેની જવાબદારીઓને યાનમાં લીધા વિના નિર્વાહની રકમ વધુ પડતી નક્કી કરાઈ છે જ્યારે તમામ જરૂરી કપાતો કર્યા પછી તેની આવક ૧૨૦૦૦ રૂપિયાની આસપાસ છે. તેણે એવું પણ કહ્યું કે તે તેમના ખર્ચની સંભાળ લેવા માટે તૈયાર છે, જો તેઓ તેની સાથે પાછા રહેવાનું શરૂ કરે તો.
આ મામલે નિર્ણય લેતી વખતે જસ્ટિસ કૌલે કહ્યું હતું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ કમાવાની ક્ષમતા ધરાવે છે ત્યાં સુધી તે આ આધારે તેની પત્ની, બાળકો અને માતાપિતાને જાળવી રાખવાની તેની કાનૂની ફરજમાંથી એવું કહીને છટકી ન શકે કે તેની પાસે કમાવાનું કોઈ સાધન નથી. કોર્ટે એમ પણ નોંયું હતું કે અરજદારે પોતે જ પત્ની-બાળકોને પાછા લાવવાનો ઇનકાર કર્યો હતો અને તેથી, તેમની પાસે અરજદારથી દૂર રહેવા માટે પૂરતા આધારો છે.