

લીમખેડા,
કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ જુન 2022 અંતર્ગત લીમખેડા તાલુકાની પરમારના ખાખરીયા પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન રાવત, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયત સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શાળામાં પ્રવેશ મેળવનાર ધોરણ-1 ના 51 બાળકોને બેગ આપી હતી. શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .શાળા પરિવારના તમામ શિક્ષક ભાઈ – બહેનોએ કાર્યક્રમમાં સહભાગી બની કાર્યક્રમને દીપાવ્યો હતો.