ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા માટે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા 14 વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ઓફલાઈન પરીક્ષા સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની માંગ કરી હતી. આ અરજીની સુનાવણી કરતાં હાઈકોર્ટે GTUની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
આ અરજીની સુનવણીમાં GTUએ દલીલ કરી હતી કે અત્યારે લેવાતી પરીક્ષામાં પણ પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં પરીક્ષા આપતા હોવાની અને કોરોના કાબૂમાં આવ્યો હોવાથી ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની કોઈ જરૂર જણાતી નથી. GTUની આ દલીલને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની 14 વિદ્યાર્થીઓની અરજી નકારી છે.