ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ ટ્રેડ અપ્રેંટિસ (Trade Apprentice)ની કુલ 120 જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવી છે. આ ભરતી માટે 10મી તેમજ આઈટીઆઈ (ITI) પાસ કરી ચુકેલા ઉમેદવાર આવેદન કરી શકે છે. આ માટે યોગ્ય તેમજ ઇચ્છુક ઉમેદવાર 16 જાન્યુઆરી 2021 સુધી ઑનલાઇન આવેદન કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો
– ઑનલાઇન અરજી કરવાની શરૂઆત 1 જાન્યુઆરી 2021
– ઑનલાઇન અરજીની અંતિમ તારીખ – 16 જાન્યુઆરી 2021
– ઑનલાઇન એપ્લિકેશનની હાર્ડ કૉપી જમા કરાવાની અંતિમ તારીખ 23 જાન્યુઆરી 2021
આ ભરતી સાથે જોડાયેલી વેકન્સી માટે ઉમેદવારો પાસે 10માં પાસ સાથે આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આ માટે 18 વર્ષની ઉંમરથી લઇને 27 વર્ષની ઉંમરના ઉમેદવાર અરજી કરી શકે છે. ઉંમરની ગણના 1 જાન્યુઆરી 2021 સુધીની ઉંમરના આધારે કરવામાં આવશે.
મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે
BHEL Trade Apprentice Notification 2021 પ્રમાણે કોઈ પણ વર્ગના ઉમેદવારોને ફી નથી આપવાની. BHELએ આ અરજી માટે અરજી ફી નથી રાખી. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. આ માટે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા નહીં થાય.