બોટાદ, બોટાદમાં એક જ પરિવારનાં ચાર સભ્યોનાં આપઘાત મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા હાથ ધરાયેલ આઘાત કેસમાં ખુલાસો થયો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગત રોજ નિગાળા ગામ પાસે પરિવારનાં ચારેય સભ્યોએ ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવ્યું હતું. નાના સખપર ગામે રહેતા પિતા, પુત્ર અને બે પુત્રીઓએ આત્મહત્યા કરી હતી. આપઘાત કરનારા ચારેય લોકો ૩૦૭ નાં ગુનામાં જેલમાં હતા. ચારેય લોકો ૬ દિવસ પહેલા જ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હતા. મૃતક મંગાભાઈના પત્નીનું આશરે ૬ મહિના પહેલા નિધન થયુ હતુ.
રવિવારે બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશને કાળજુ કંપાવી દે તેવી ઘટનાં બનવા પામી હતી. જેમાં રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગર થી ગાંધીગ્રામ ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસનાં અધિકારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આવ્યા હતા.
મૃતકોની ઓળખ કરતા તમામ વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મંગાભાઈ વિંઝુડા (ઉવ.૪૨), જીજ્ઞેશ મંગાભાઈ વિંઝુડા (ઉવ.૨૦), રેખાબેન મંગાભાઈ વિંઝુડા (ઉવ.૨૦) અને એક માઈનોર વિંઝુડા ફેમિલીનો સદસ્ય હોવાનું સામે આવ્યું છે. પિતા પુત્રો તેમજ પુત્રીએ કોઈ કારણોસર આપઘાત કરી લીધા નો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારે પરિવારનાં ચાર જેટલા સભ્યોએ ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તે બાબતે ખુલાસો થવા પામ્યો હતો.-