ન્યૂયોર્ક,કોર્ટ કેસોમાં ફસાયેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી ઘરમાં પણ વધી રહી છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના પરિવારમાં તિરાડ પડી ચૂકી છે. આ જ ઘટનાક્રમમાં તેમનાં પત્ની અને દીકરી પણ તેમનાથી અંતર જાળવી રહ્યાં છે. તિરાડના સંકેત છેલ્લા કેટલાક દિવસથી મળી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં જ્યારે ટ્રમ્પ દ્વારા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ મામલામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી ત્યારે તેમનાં પત્ની મેલાનિયા નજરે પડ્યાં ન હતાં. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પનાં એડવાઇઝર તરીકે રહેલી દીકરી પણ તેમની સાથે ન હતી. ધ ગાડયનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે ઇવાક્ધા ટ્રમ્પના સલાહકાર તરીકે મામલામાં રસ દર્શાવી રહી નથી.
ગયા વર્ષે સંસદ પર હુમલાના કેસમાં ટ્રમ્પે મીડિયા સાથે વાત કરી હતી, એ વખતે પણ મેલાનિયા સાથે રહ્યાં ન હતાં. જ્યારે ટ્રમ્પે ૨૦૨૪માં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટેની જાહેરાત કરી ત્યારે ઇવાક્ધા સાથે ન હતી. મેલાનિયા પણ ખુશ નથી.
ટ્રમ્પ પાંચ બાળકોના પિતા છે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, ઇવાક્ધા, એરિક, ટિફની અને બેરનનો સમાવેશ થાય છે. ૨૮ વર્ષીય ટિફની ટ્રમ્પનાં બીજાં પત્ની મારલા મેપલ્સની દીકરી છે. ટિફની વકીલ છે. ૨૪ વર્ષ પહેલાં મેપલ્સે છૂટાછેટા લીધા હતા. ટિફની માતાની સાથે કેલિફોનયામાં રહે છે.
ટ્રમ્પે પોતાના પૂર્વ વકીલ માઇકલ કોહેનની સામે કેસ દાખલ કરીને ૪૧૦૦ કરોડ રૂપિયાની માંગણી કરી છે. ટ્રમ્પનો આક્ષેપ છે કે કોહેને એટર્ની અને ક્લાઇન્ટની વચ્ચે થયેલી ગુપ્ત સમજૂતીનો ભંગ કર્યો છે. કોહેન તેમની સામે ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે. જેના કારણે પ્રતિષ્ઠાને ભારે નુક્સાન થયું છે.