મુંબઇ,આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથેના લગ્નની ચર્ચાઓ વચ્ચે પરિણીતી ચોપરા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન મીડિયાએ પરિણીતીને લગ્ન વિશે સવાલ કર્યો હતો. જેના જવાબમાં પરિણીતી શરમાતી જોવા મળી હતી. મીડિયાએ જયારે પૂછ્યું કે, ’મૅડમ, જે સમાચાર આવી રહ્યા છે, શું તે કન્ફર્મ છે?’ પરિણીતીએ આ સવાલનો ખુલીને જવાબ ન આપ્યો, પરંતુ તેનું મૌન અને સ્મિત ઘણું બધું કહી રહ્યું હતું.
પરિણિતી અને રાઘવ ભલે તેમના સંબંધો વિશે અત્યારે કંઈ પણ ન બોલતા હોય, પરંતુ રાઘવ ચઢ્ઢાના સહયોગી અને આમ આદમી સાંસદ સંજીવ અરોરાએ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી છે. સંજીવે ટ્વિટર પર લખ્યું હતું કે, ’હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે તેઓ પ્રેમ અને આનંદથી એકબીજા સાથે રહે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.’
થોડા દિવસો પહેલાંના અહેવાલ મુજબ, બંનેના પરિવાર એકબીજાના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તારીખની જાહેરાત થઈ શકે છે. અત્યારે બંનેના પરિવારના સભ્યો પોત-પોતાના કામમાં વ્યસ્ત છે, તેથી તારીખ જાહેર કરવામાં સમય લાગી રહ્યો છે.જો કે તેઓ આ અંગે ચર્ચા કરી રહ્યા છે. કોઈ મોટા કાર્યક્રમમાં સગાઈની જાહેરાત કરી શકે છે.ફંકશનને અત્યંત ખાનગી રાખવામાં આવશે. આ ફંકશનમાં બંનેના પરિવારના સભ્યો સિવાય માત્ર પસંદગીના લોકો જ સામેલ થશે.
રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતી ઈંગ્લેન્ડમાં ભણતાં હતાં ત્યારથી એકબીજાને ઓળખે છે. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, જ્યારે રાઘવે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. પરિણીતી અને રાઘવને ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચિવરાઘવ ચઢ્ઢા પહેલા પરિણીતીનું નામ ડિરેક્ટર મનીષ શર્મા સાથે જોડાઈ ચૂક્યું છે. મનીષ શાહરૂખ ખાનની ફેન, પરિણીતીની ડેબ્યુ ફિલ્મ ’લેડીઝ વર્સેસ રિકી બહેલ’ અને ’શુદ્ધ દેશી રોમાન્સ’ જેવી ફિલ્મોના નિર્દેશન માટે જાણીતો છે. રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને મનીષ એક વર્ષ પહેલાં અલગ થયા છે.રાઘવ ચઢ્ઢા પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.
રાઘવને ગત વર્ષે પંજાબ સરકારના સલાહકાર બનાવવામાં આવ્યા હતા, વિપક્ષી દળોની આકરી ટીકા કરવામાં આવી હતી. વિરોધીઓ કહે છે કે, રાઘવ પંજાબના કાર્યકારી સીએમ છે જ્યારે ભગવંત માન માત્ર એક શો-પીસ સીએમ છે.