પારડીના પરવાસા ગામે રસ્તા પર દૂધ ઢોળી સભાસદોએ વિરોધ વ્યકત કર્યો

વલસાડ, વલસાડ જિલ્લાના પારડીના પરવાસા ગામે મહિલા સંચાલિત ડેરીમાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. ડેરીમાં યોગ્ય ભાવ ન મળતા સભાસદોએ રસ્તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો છે. એટલુ જ નહીં સભાસદોએ ડેરી સામે અનેક આક્ષેપ પણ કર્યા છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામે ડેરીમાં યોગ્ય ભાવ ન મળતા સભાસદોએ રસ્તા ઉપર દૂધ ધોળી વિરોધ નોંધાવ્યો છે. પારડી તાલુકાના પરવાસા ગામ ખાતે મહિલા સંચાલિત ડેરી પર સભાસદોએ આક્ષેપ કર્યા છે. સભાસદોનો આક્ષેપ છે કે ડેરી ખાતે ૨૫ વર્ષ જૂની બોડી ટેસ્ટર મશીનમાં ફેટ ન આવે તે માટે સેટિંગ કરવામાં આવ્યુ છે. મશીનમાં છેડછાડથી દૂધમાં માત્ર ૩ ટકા જ ફેટ આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભારે વિવાદ બાદ આજે નવી કમિટીની રચના કરવામાં આવી છે.