પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી અને સાથે સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • “મારૂં સ્વાસ્થ્ય મારો અધિકાર” વિશ્વ આરોગ્ય દિવસ અન્વયે તન સાથે મનનું આરોગ્ય પણ જરૂરી.

દાહોદ, આજ રોજ દાહોદ જીલ્લાના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દાહોદ ખાતે 07 એપ્રીલ વિશ્વ આરોગ્ય દિવસની 2024ની ઉજવણી ” મારૂં સ્વાસ્થ્ય મારો અધિકાર” અન્વયે કરવામાં આવી જેમા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને તથા અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ, જીલ્લા ક્ષય અઘિકારી ડો. આર. ડી. પહાડીયા, બ્રહ્માકુમારીના ઉર્મિલા દીદીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્ષ 2023/24ના વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે વર્ષ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાના મેડિકલ ઑફિસર, લેબ ટેક, ફાર્માશિસ્ટ, CHO, MPHW, આશા અને તાલુકા આરોગ્ય અધિકારીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિ વધે તે માટે બધાને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને મતદાન કરવા માટે હાકલ કરવામાં આવી.

આ કાર્યક્રમમાં મેડીકલ ઓફીસર CHO, લેબ ટેક ફાર્માસિસ્ટ, MPHW આશા સહીત ક્ષય નિર્મૂલન કાર્યક્રમના કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

કાર્યક્રમને અંતે આભાર વિધી કરતા જીલ્લા ક્ષય અઘિકારી પહાડીયા દ્વારા તમામનો આભાર વ્યકત કરવામાં આવ્યો તથા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનાં સહયોગ થકી કાર્યક્રમ સફળ રહ્યો.