પાક. સેનાએ કુખ્યાત ટીટીપી કમાન્ડર જાબેર શાહને ઠાર માર્યો, બે આતંકવાદીઓ ઘાયલ

ઇસ્લામાબાદ,પાકિસ્તાની સુરક્ષા દળોએ અનેક હુમલાઓમાં સામેલ હોવાની શંકા ધરાવતા કુખ્યાત તાલિબાન કમાન્ડરને ઠાર મારવાનો દાવો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ડેરા ઈસ્માઈલ ખાનના દરબાન વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના એક અગ્રણી કમાન્ડરની ઓળખ જાબેર શાહ તરીકે થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ કમાન્ડરને ઠાર માર્યો હતો, જ્યારે તેના બે સાથી ઘાયલ થયા હતા.

મળેલી માહિતી અનુસાર ટીટીપી કમાન્ડર કાયદા અમલીકરણ એજન્સીઓ અને પોલિયો ટીમોના સુરક્ષા કર્મચારીઓ પર થયેલા અનેક હુમલામાં સામેલ હતો. પ્રતિબંધિત સંગઠનનો જબરન વસૂલીમાં પણ સામેલ હતા. તેમનું મોત પાકિસ્તાન સેનાની આવી બીજી સફળતા છે. એક દિવસ પહેલા જ અન્ય બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સાથે જ અધિકારીઓને આશા છે કે આ કાર્યવાહીથી આતંકવાદી સંગઠનોને આંચકો લાગશે અને તેમની ગતિવિધિઓ પર અંકુશ આવશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી અફઘાનિસ્તાનના પડોશી વિસ્તારોમાંથી તમામ આતંકવાદીઓને ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ રહેશે.

તમને જણાવી દઈએ કે ગયા બુધવારે એટલે કે ૨૬ એપ્રિલે પણ પાકિસ્તાન સેનાએ ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન એક્ધાઉન્ટરમાં બે બળવાખોરો માર્યા ગયા હતા, જો કે બે સૈનિકો પણ માર્યા ગયા હતા. સેનાએ આ અભિયાન વિશે જણાવ્યું હતું કે આ અથડામણ આદિવાસી વિસ્તારમાં થઈ હતી, જે અફઘાનિસ્તાનની નજીક ખૈબર પખ્તુનખ્વામાં વિદ્રોહીઓનો ગઢ હતો. હકીક્તમાં પાકિસ્તાની સેના આખા દેશમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે.

હકીક્તમાં, જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું પુનરાગમન થયું છે ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધી ગયા છે. મળતી માહિતી મુજબ, તાલિબાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ માં, અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલા અફઘાન તાલિબાનથી અલગ છે. પરંતુ આ બંને એકબીજા સાથે જોડાણમાં કામ કરે છે. એટલા માટે અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફર્યા બાદ ટીટીપી વધુ મજબૂત બની છે.