પાપુઆ ન્યૂ ગિનીમાં જાતીય સંઘર્ષમાં ૬૪ લોકોની હત્યા

પાપુઆ, એમ્બુલિન અને સિકિન જનજાતિઓ વચ્ચે ગયા વર્ષે થયેલા સંઘર્ષમાં ૬૦ મૃત્યુ થયાં હતાં વરિષ્ઠ પોલીસ અધિકારી જોર્જ કાકાસે કહ્યું કે, આ અત્યાર સુધીની સૌથી મોટી નરસંહાર જેવી ઘટના છે .પાપુઆ ન્યૂ ગિનીના હાઇલેન્ડ્સમાં ઓછામાં ઓછા ૬૪ લોકોનો નરસંહાર થયો છે. અહીંના એંગા રાજ્યના વાપેનમાંડા જિલ્લામાં શરૂ થયેલી હિંસામાં એમ્બુલિન અને સિકિન જનજાતિઓ વચ્ચે એકે-૪૭ અને એમ-૪ રાઇફલો જેવાં હથિયારો સાથે સંઘર્ષ થયો હતો.

સોમવારે સવાર સુધીમાં રસ્તાની બાજુમાં, ઘાસનાં મેદાનોમાં, અને વેપેનમાંડાની પહાડીઓ પર છૂટા છવાયેલા ૬૪ મૃતદેહ મળી આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારી જોર્જ કાકાસે કહ્યું કે, આ અત્યાર સુધીની સૌથી મોટી નરસંહાર જેવી ઘટના છે. સંઘર્ષની ઘટના એ જ જનજાતિઓ સાથે સંકળાયેલી છે જેના લીધે ગયા વર્ષે એંગા રાજ્યમાં ૬૦ મૃત્યુ થયાં હતાં. આ અતિ ઘૃણા ઉપજાવનારું છે. પોલીસે ઘટનાસ્થળેથી ગ્રાફિક વીડિયો અને તસવીરો મળી છે, જેમાં રસ્તાની બાજુમાં અને એક લેટબેડ ટ્રેકની પાછળ મૃતદેહો પડયા હતા. એજન્સીએ કહ્યું કે રાજ્યમાં ૧૦૦ જેટલા સૈનિકોને તહેનાત કરી દેવાયા છે, પણ તેનો પ્રભાવ સીમિત છે. સુરક્ષા સેવાઓની સંખ્યા અને બંદૂકો ઓછી છે.

સરકારના વિરોધીઓએ તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી છે. જેમાં પ્રભાવિત વિસ્તારમાં વધારે સૈનિકોને ત્વરિત તહેનાત કરવાનો મુદ્દો પણ સામેલ છે. તેમણે સરકારને હિંસામાં ભાગ લેનારા હથિયાર-દારૂગોળાના સ્ત્રોતની તપાસની માગ કરી છે.