પાપુઆ,
પાપુઆ ન્યૂ ગિનીના ન્યૂ બ્રિટન વિસ્તારમાં આજે સવારે ભૂકંપ આવ્યો હતો. જેની રીક્ટર સ્કેલ પર તીવ્રતા ૬.૫ માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. યુએસજીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ૬૫ કિમીની ઊંડાઈએ હતું.સાથે જ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રવિવારે સવારે ૨.૧૫ વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૨૭૩ કિમી ઉત્તરપૂર્વમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસે ટ્વીટ કર્યું કે ભૂકંપનું કેન્દ્ર ૧૮૦ કિમીની ઊંડાઈ પર હતું.
હમણાંના જ ભૂતકાળમાં ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાજેતરમાં જ તાઝાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૬ માપવામાં આવી હતી. આ સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી ૬૭ કિમી પશ્ર્ચિમમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો.