પપ્પુ યાદવે તેમની જન અધિકાર પાર્ટીનું કોંગ્રેસમાં વિલય કરી દીધું

પટણા,\ બિહારની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. પપ્પુ યાદવ તેમની જન અધિકાર પાર્ટીનું કોંગ્રેસમાં વિલય કર્યુ છે પપ્પુ યાદવ અન્ય જેએપી નેતાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. પપ્પુ યાદવ (રાજેશ રંજન) પૂણયાથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હોઈ શકે છે.

કોંગ્રેસમાં જન અધિકાર પાર્ટીના વિલીનીકરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પપ્પુ યાદવ અન્ય નેતાઓ સાથે કોંગ્રેસમાં જોડાશે. આ પહેલા મંગળવારે રાત્રે પપ્પુ યાદવે પટનામાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. ત્રણેય નેતાઓ વચ્ચે આગામી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી અને રણનીતિ ઘડવામાં આવી હતી. પપ્પુએ કહ્યું કે અમે ભાજપને રોકવાની તૈયારી કરી રહ્યા છીએ.

લાલુ યાદવને મળ્યા બાદ પપ્પુ યાદવ બુધવારે સવારે દિલ્હી આવ્યા હતા. અહીં કોંગ્રેસ હાઈકમાન્ડને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરે ૩.૩૦ કલાકે જેએપી કોંગ્રેસમાં ભળી ગઇ હતી. પપ્પુ યાદવ અન્ય નેતાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે.પપ્પુ યાદવના નજીકના સૂત્રનું કહેવું છે કે વિલયનો નિર્ણય પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે.

આ સાથે જ પપ્પુ યાદવનું નિવેદન પણ આવી ગયું છે. પપ્પુએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના આશીર્વાદ બાદ જેએપી કોંગ્રેસમાં ભળી રહી છે અને તેજસ્વી યાદવ અને હું સાથે મળીને નીતિશ કુમાર અને પીએમ મોદીને હરાવીશું.

પપ્પુ યાદવની પત્ની રંજીત રંજન કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. આ પહેલા તે સુપૌલથી સાંસદ હતી. પપ્પુ વિશે ઘણા દિવસોથી એવા અહેવાલો હતા કે તેમની કોંગ્રેસ સાથે નિકટતા વધી છે. જો કે, ઈન્ડિયા બ્લોકમાં ઉમેદવારી અંગે આરજેડીની સંમતિ હોવી પણ જરૂરી હતી. આવી સ્થિતિમાં મંગળવારે સાંજે પપ્પુ પણ લાલુ પરિવારને મળવા આવ્યા હતા.