અમદાવાદ,રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણી ૧ એપ્રિલથી હાથ ધરવામાં આવશે. બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીમાં લગભગ ૩૭ હજાર શિક્ષકને સામેલ કરવામાં આવેલા છે. જેમાંથી ૧૫૦૦થી વધુ શિક્ષકએ તબિયતનું કારણ બતાવી પેપર ચકાસણીમાંથી મુક્તિ માંગી છે.
ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. તેમજ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણી ૧ એપ્રિલથી હાથ ધરવામાં આવશે. બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીમાં લગભગ ૩૭ હજાર શિક્ષકને સામેલ કરવામાં આવેલા છે. જેમાંથી ૧૫૦૦થી વધુ શિક્ષકએ તબિયતનું કારણ બતાવી પેપર ચકાસણીમાંથી મુક્તિ માંગી છે.
અંદાજીત ૧૫ થી ૨૦ ટકા શિક્ષકને અરજી અને કારણો સંબંધિત દસ્તાવેજોના આધારે મુક્તિ આપવામાં આવી છે. જેમાં અમદાવાદમાં ૬૩ શિક્ષકએ મુક્તી માગી હતી. જેમાંથી ૨૦ શિક્ષકને પેપર ચકાસણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક થયું હોવાનો દાવો કર્યો હતો. ઘટના એવી છે કે પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા ડ્ઢ સેટનું પેપર વાયરલ થયું હતું. આથી પ્રશ્ર્નો ઉઠ્યા હતા કે આ પેપર કોણે અને કેવી રીતે તેમજ ક્યાંથી વાયરલ કર્યુ હતુ. જો કે યુવરાજસિંહે પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી કરી નથી અને અમે પણ પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી નથી કરતું.