શહેરા,
પંચમહાલની પાંચ વિધાનસભા બેઠકની ચુંટણી માટે રાજકીય પક્ષ તથા અપક્ષ મળી કુલ 38 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગોધરા બેઠક પર કોગ્રેસના મહિલા ઉમેદવાર રશ્મિતાબેન ચૈાહાણે અને કાલોલ બેઠક પર કોગ્રેસના પ્રભાતસિંહ ચૈાહાણે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને ઉમેદવારો એડી ચોંટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં કર્યો છે. અને મતદાનના અંતિમ દિવસોમાં ડોર ટુ ડોર પ્રચાર કરી ટુ મતદારો પાસે પોતાની જીત માટે મતની માંગણી કરશે.
જ્યારે મતદાનનો દિવસ આવશે ત્યારે ગોધરા અને કાલોલ બેઠકના કોગ્રેસના ઉમેદવારના નામ અને ચિન્હ ઈવીએમ મશીનમાં જોવા મળશે. પરંતુ બંન્ને ઉમેદવારો પોતાનો મત પોતાના માટે મત આપી શકશે નહી. કારણ કે, ગોધરા બેઠકના કોગ્રેસના ઉમેદવારનું નામ શહેરા વિધાનસભા ક્ષેત્રમાં તથા કાલોલ બેઠકના ઉમેદવારનું નામ ગોધરા વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયેલ છે. તેથી તેે તેમનો વોટ પોતાના માટે આપી શકશે નહી અને જ્યા મતદાન કરશે ત્યાંના ઈવીએમમાં તેમનું નામ નહીં હોય, તેથી બંન્ને ઉમેદવારોના અન્ય ઉમેદવાર માટે નિર્ણાયક બનશે.