પંજાબના પૂર્વ ડેપ્યુટી CM પર જીવલેણ હુમલો:ગોલ્ડન ટેમ્પલની બહાર ફાયરિંગ, માંડ-માંડ બચ્યા સુખબીર સિંહ બાદલ, હુમલાખોર ખાલિસ્તાની આતંકીની ધરપકડ

પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ પર બુધવારે ગોલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે ગોળી દીવાલમાં વાગી હતી, જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હુમલાખોર હાથમાં પિસ્તોલ લઈને સુખબીર બાદલ તરફ દોડ્યો અને ફાયરિંગ કર્યું. જો કે આ દરમિયાન ત્યાં ઊભેલા સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને દબોચી લીધો હતો અને પિસ્તોલ છીનવી લીધી હતી.

સુરક્ષાકર્મીઓએ સુખબીર બાદલને ઘેરી લીધા હતા. ઘટના બાદ સુવર્ણ મંદિરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ ગુરદાસપુરના ડેરાબાબા નાનકના રહેવાસી નારાયણ સિંહ ચૌડા તરીકે થઈ છે. તે દલ ખાલસાનો સભ્ય છે.

પંજાબના અમૃતસરમાં બુધવારે સવારે પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલ પર જીવલેણ હુમલો થયો હતો. બાદલ આ હુમલામાં બચી ગયા હતા. આ ઘટના ગોલ્ડન ટેમ્પલના એન્ટ્રી ગેટ પર ત્યારે બની જ્યારે શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ ધાર્મિક સજા તરીકે ચોકીદારી કરી રહ્યા હતા. સુખબીરને પગમાં ફ્રેક્ચર છે, તેથી તે વ્હીલચેર પર બેઠા હતા અને હાથમાં ભાલો લઈને ચોકીદારી કરી રહ્યા હતા.

હુમલાખોરનું નામ નારાયણ સિંહ, પાકિસ્તાનમાં લીધી ટ્રેનિંગ, બબ્બર ખાલસા સાથે કનેક્શન…

લોકોએ હુમલાખોરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલાખોરે પોતાનું નામ નારાયણ સિંહ ચૌરા હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, આરોપી બબ્બર ખાલસા સાથે સંકળાયેલો છે અને તે પાકિસ્તાન પણ ગયો હતો.

કેવી રીતે સુખબીર બાદલ પર હુમલો થયો હતો?

1. ગોલ્ડન ટેમ્પલ​​​​​​ માથુ ટેકવવાના બહાને આવ્યો હતો સુખબીર બાદલ સુવર્ણ મંદિરમાં હોવાથી તેમના સુરક્ષાકર્મીઓ સતર્ક હતા. હુમલાખોર નારાયણ સિંહ ચૌડા દલ ખાલસાનો સભ્ય છે. તેના પર 1984માં આતંકવાદમાં સક્રિય હોવાનો આરોપ છે. તે ગોલ્ડન ટેમ્પલે માથુ ટેકવવાના બહાને આવ્યો હતો.

2. સુરક્ષા કર્મચારીઓ પહેલાથી જ નજર રાખી રહ્યા હતા સુખબીરના સુરક્ષાકર્મીઓની પહેલેથી જ ચૌડા પર નજર હતી. ચૌડા પહેલા ત્યાં આમ તેમ ફરી રહ્યો હતો. આ પછી, તે ધીમે ધીમે સુવર્ણ મંદિરના ગેટ તરફ ગયો, જ્યાં સુખબીર બાદલ વ્હીલચેર પર બેસીને ચોકીદારી કરી રહ્યા હતા.

3. થોડા ડગલાં દૂર તેણે પોતાના જેકેટમાંથી પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું જ્યારે સુખબીર બાદલથી તે માત્ર થોડે જ દુર હતો ત્યારે તેણે પોતાના જેકેટમાં છુપાવેલી પિસ્તોલ કાઢી અને સુખબીરને નિશાન તાકીને ફાયરિંગ કર્યું હતું. સુખબીરના સુરક્ષાકર્મીઓ પહેલાથી જ તેના પર નજર રાખી રહ્યા હતા. તેમણે તરત જ તેનો હાથ પકડીને તેને ઉપરની તરફ કરી દીધો. જેના કારણે ગોળી સુવર્ણ મંદિરની દિવાલ પર વાગી હતી. આ પછી પોલીસ કોન્સ્ટેબલ રચ્છપાલ સિંહ અને પરમિંદર સિંહે તેને દબોચી લીધો હતો.