પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ

કોરોના વાઈરસના વધતા સંક્રમણની વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું કે પંજાબમાં વધતા મૃત્યુદરને જોતા કોવિડ 19ની વેક્સિન બન્યા બાદ રાજ્યને પ્રાથમિકતા આપવામાં આવે. તેમને લખ્યું કે રાજ્યની મોટાભાગની વસ્તી મોટી ઉંમરની છે અને અન્ય ઘણી બિમારીઓ પણ છે.

પંજાબમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુદર વધારે છે, આ કારણે પંજાબને પ્રાથમિક આધાર પર વેક્સિનની આવશ્યકતા છે. પંજાબમાં અત્યાર સુધી 1,55,424 કેસ સામે આવી ચૂક્યા છે. અન્ય રાજ્યોની તુલનામાં સ્થિતિ સારી છે. અત્યાર સુધી પંજાબમાં 4,906 લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં 7,727 કેસ એક્ટિવ છે.