પંજાબના ચંદીગઢમાં શહીદ થયેલા દાહોદના જવાન પ્રદિપસિંહ બારીયાના પાર્થિવ દેહને માદરે વતન લવાયો

(તસ્વીર : વિનોદ પંચાલ,દાહોદ )

પંજાબના ચંદીગઢમાં શહીદ થયેલા દાહોદના જવાન પ્રદિપસિંહ બારીયાના મૃતદેહને માદરે વતન લવાયો, સંપૂર્ણ રાજકીય સન્માન તેમજ ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

વધુ મળતી માહિતી અનુસાર પંજાબના ચંદીગઢમાં ભારતમાંની સેવા કાજે ગયેલા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુતપગલા ગામના પ્રદિપસિંહ બારીયા  ભારતમાં ની સેવા દરમિયાન શહીદ થતાં તેમના મૃતદેહને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે આજરોજ માદરેવતન દેવગઢ બારીયાના ભૂત પગલા ગામમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં રાજકીય સન્માન તેમજ ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રદિપસિંહ બારીયાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજરોજ મૃતક પ્રદિપસિંહ બારીયાના મૃતદેહને માદરેવતન દેવગઢબારિયા ખાતે લવાતા દેવગઢ બારીયાના ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ શહીદ પ્રદિપસિંહ બારીયાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. જોકે ભારત માતાની સેવા કાર્ય દરમિયાન શહીદ થયેલા પ્રદિપસિંહ બારીયાના અંતિમ સંસ્કારમાં માનવ મહેરામણ ઉમટયું હતું. તેમજ ભૂત પગલા ગામ સહિત સમગ્ર પંથક હિબકે ચડયું હતું.  શહીદ થયેલા પ્રદિપસિંહ બારીયાના મોતના પગલે સમગ્ર પંથકમાં માતમનો માહોલ છવાઇ જવા પામ્યો છ