પંજાબ રાજ્યમાં સાંજના ૭થી સવારના ૫ સુધી સંપૂર્ણ કર્યુ કરાયું જાહેર

પંજાબ,
પંજાબમાં કોરોના વાઈરસનું સંક્રમણ રોકવા માટે રાજ્યમાં ફરીથી લોકડાઉન લગાવ્યું છે. પંજાબમાં હવેથી દરરોદ રાત્રે ૭ થી સવારે ૫ વાગ્યા સુધી લોકડાઉન રહેશે. પંજાબમાં પહેલાથી જ કલમ ૧૪૪ લાગૂ છે. પંજાબમાં વિધાનસભા સત્ર પહેલા કોરોના પોઝિટિવ ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો છે. હવે રાજ્યમાં ૨૯ ધારાસભ્ય કોરોનાની ચપેટમાં છે. મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદરસિંહ ગુરુવારે દરેક ધારાસભ્યોને અપીલ કરી છે કે કોરોના પોઝિટિવ ધારાસભ્યો અને મંત્રીઓના સંપર્કમાં આવનારા સભ્યો કાલે એક દિવસીય વિધાનસભામાં ભાગ ના લે.