પાણીયા પ્રા.શાળાના બાળ સાંસદની ચુંટણી યોજાઈ

તારીખ 11-12-2023ને સોમવારના રોજ પાણીયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળસંસદની વર્ષ 2023-24ની જીએસની ચૂંટણી કરવામાં આવી. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા ડિજીટલ રીતે મોબાઈલ એપમાં કરવામાં આવી. આમ, સામાજીક વિજ્ઞાનના શિક્ષક મહેશભાઈ પટેલ દ્વારા EVM સિસ્ટમની ડિજીટલ ચૂંટણી પ્રક્રિયા બાળકો સમજતા થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. સાથે ક્લસ્ટર કો. ઓર્ડીનેટર મયંકભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.