પાણી પુરવઠા અને જળ સંપતિ મંત્રિ દાહોદ જીલ્લાની મુલાકાતે

દાહોદ,ગુજરાત સરકારના પાણી પુરવઠા તેમજ જળ સંપતિના મંત્રી દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જેમાં તેઓએ પાણી પુરવઠા બોર્ડના સંબંધિત અધિકારીઓ તેમજ દાહોદ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વિવિધ ડેમો તેમજ જૂથ પાણી પુરવઠા દ્વારા નિર્મિત સંપની મુલાકાત લીધી હતી એટલું જ નહીં દાહોદ જિલ્લામાં સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યાને વહેલી તકે દૂર કરવા તેમજ દાહોદ જિલ્લાને પાઇપલાઇન મારફતે વધુ પાણી કેવી રીતે મળી શકે તે માટે અધિકારીઓ સાથે બેઠક યોજી સેન્સ લીધા હતા.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ દાહોદ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગઈકાલે દાહોદની મુલાકાતે હતા તેઓએ દાહોદ ખાતે રાત્રી રોકાણ કરી સંગઠનની બેઠક લીધી હતી તો આજે રાજ્ય સરકારમાં પાણી પુરવઠા તેમજ જળ સંપદા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા દાહોદની મુલાકાતે આવ્યા હતા તેઓએ છોટાઉદેપુર થી દાહોદ આવતા ગરબાડાના બીલીયા ખાતે ટુકુ રોકાણ કરી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ તેમજ રાજ્યના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તેમજ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાથે પાટાડુંગરી ડેમની મુલાકાત લીધી હતી જ્યાં પાટાડુંગરી જળાશય ખાતે જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવેલા સંપની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતું તેમજ અધિકારીઓને આ વિસ્તારમાં જે ગામો પાણીથી વંચિત રહી ગયા હોય તે ગામડાઓને આવરી લેવા માટે વિશેષ યોજનાઓ બનાવી આ વિસ્તારમાં બંધ પડેલી નહેરોને શરૂ કરવા તેમજ દાહોદ શહેરને પાટાડુંગરીથી પાણી પૂરૂ પાડવામાં પડી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા નવી પાઇપલાઇન નાખવા તેમજ અન્ય જરૂરિયાતને લગતી તમામ કામગીરી ત્વરિત કરવા તાકીદ કરવામાં આવી હતી ત્યારબાદ કાળી તળાઈ ખાતે બનાવેલા સંપની મુલાકાત લીધી હતી અને ત્યાંથી ધાનપુરના ઉમરીયા ડેમ ખાતે રવાના થયા હતા જ્યાં ઉમરીયા ડેમની સાઈડ વિઝીટ કરી તેઓ સિંગવડ તાલુકાના વાઘવાળા ખાતે બનાવેલ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત સંપની મુલાકાત લીધી હતી. મંત્રી કુવરજી બાવળીયાએ દાહોદ શહેરના પાણીના ગંભીર પ્રશ્ન મુદ્દે અધિકારીઓને તાકીદ કરી વધુમાં વધુ દાહોદ શહેરને પાણી મળે તે માટે આગોતરૂ આયોજન કરવા જણાવ્યું હતું એટલું જ નહીં નલ સે જળ યોજનામાં દાહોદ જિલ્લામાં જે જગ્યાએ છતી દેખાઈ રહી છે તે ક્ષતિઓને દૂર કરી જવાબદારો સામે કાયદાકીય જોગવાઈ પ્રમાણે કાર્યવાહી હાથ ધરી નળ સે જળ યોજના અંતર્ગત પાણી પૂરૂ પાડવા માટે જણાવ્યું હતું તેમજ સિંચાઈના મુદ્દે જે ગામો જૂથ પાણી પુરવઠા યોજનાથી બાકાત રહ્યા હોય તેઓને પણ આવરી લઈ ખેડૂતોને સિંચાઈ માટે નહેરની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.