રાજય વિધાનસભા ગૃહમાં પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ એવો પ્રસ્તાવ રજૂ ર્યેા હતો કે, સંસદે પસાર કરેલા પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ (સન ૨૦૨૪નો ક્રમાંક : ૫)ના સ્વીકારવા માટે ગુજરાત વિધાનસભામાં ગઈકાલે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં કરાયેલા આ સુધારાનો હેતુ પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-૧૯૭૪ (સન ૧૯૭૪ ના છઠ્ઠા)ની જોગવાઇઓને બિન-ગુનાહીત કરવાનો છે.
મંત્રીએ કહ્યું હતું કે, હવે-જો, પાણી અધિનિયમનની કોઇ જોગવાઇઓનું ઉલ્લંઘન થશે તો, આ નવા સુધારેલા કાયદાની નવી જોગવાઈઓ મુજબ . ૧૦ હજારથી . ૧૫ લાખ સુધીના દંડની રકમ નિર્ધારિત કરવામા આવ્યો છે. જો કોઈ, વ્યક્તિ, ઉલ્લ ંઘન અથવા પાલન ન કરે, યાં સુધી આ પ્રકારનું ઉલ્લંઘન ચાલુ રહે ત્યાં સુધી દરરોજ . ૧૦ હજારનો વધારાનો દડં પણ નિર્ધારિત કરાયો છે.
રાય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં અયક્ષની નામનિયુક્તિની પ્રક્રિયા સરળ બને. ગુજરાત વિધાનસભા ગૃહને આ સત્તા ભારતના સંવિધાનના અનુચ્છેદ૨૫૨થી મળેલી છે. તેના આધારે આ પ્રસ્તાવ પસાર કરાયો છે.હવે યારે ગુજરાત વિધાનસભામાં આ પ્રસ્તાવ સ્વીકારાયો છે ત્યારે તેની અસરો મુજબ, હવેથી કેન્દ્ર સરકાર દ્રારા નિર્ધારિત થનારી માર્ગદશકા અનુસાર ગુજરાત સરકાર દ્રારા રાય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અયક્ષની નિયુક્તિ કરાશે. તેમની સેવાના નિયમો અને શરતો પણ કેન્દ્ર સરકાર દ્રારા
માર્ગદશકામાં જ નિર્ધારિત કરાશે. કેન્દ્ર સરકાર જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે પરામર્શ કરીને, સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન દ્રારા, ઔધોગિક પ્લાન્ટસની અમુક શ્રેણીઓને કન્સેન્ટ મેળવવાની જોગવાઈઓમાંથી મુક્તિ આપી શકે છે તથા કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બોર્ડ સાથે પરામર્શ કરીને, કન્સેન્ટ અરજીના સમયબદ્ધ નિકાલ અથવા માન્યતાના સમયગાળા સહિત કોઈપણ ઉધોગની સ્થાપના માટે કોઈપણ રાય બોર્ડ દ્રારા સંમતિ આપવા, ઇનકાર અથવા રદ કરવા સંબંધિત બાબતો પર માર્ગદશકા જારી કરી શકે છે